નવી દિલ્હીઃ ચીનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને ભારત પણ સતર્ક થઈ ગયું છે. મંગળવારે ઉત્તર પ્રદેશના નોઇડા અને આગરામાં કોરોના વાયરસ સાથે જોડાયેલા કેટલાક કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યથી કેન્દ્ર સરકાર સુધી દરેક એલર્ટ પર છે. તેવામાં વિદેશથી આવતા ભારતીય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ભારતે ઘણા દેશો માટે 3 માર્ચ પહેલા જારી કરેલા વીઝાને રદ્દ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ પ્રમાણે, ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાનથી આવનારા યાત્રીકોને જે ઈ-વીઝા જારી કરવામાં આવ્યા છે, તેને રદ્દ કરવામાં આવે છે. 3 માર્ચ બાદ આ દેશના કોઈ નાગરિકને ભારતના વીઝા આપવામાં આવશે નહીં. આ સિવાય ભારતીય નાગરિકોને પણ આ દેશ જવા માટે ના પાડવામાં આવી છે. 


ચીનને લઈને પહેલાની એડવાઇઝરી જારી
આ સિવાય ચીનના લોકો માટે 5 ફેબ્રુઆરી પહેલા વીઝાને લઈને ચેતવણી જારી કરવામાં આવી હતી, તે હજુ જારી રહેશે. પરંતુ જે અત્યારે એપ્લાઈ કરવા ઈચ્છે છે તે બીજીવાર તેના માટે એપ્લાઈ કરી શકે છે. 


ભારત સરકાર તરફથી આ સિવાય ચીન, ઈરાન, ઇટાલી, સાઉથ કોરિયા અને જાપાન થઈને આવતા યાત્રીકો માટે પણ ઈ-વીઝા રદ્દ કરવામાં આવ્યો છે. આ નિયમ 1 ફેબ્રુઆરી પહેલા જારી થયેલા વીઝા પર લાગૂ થશે. આ દેશોથી આવતા સંયુક્ત રાષ્ટ્રના અધિકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સભ્યનો ભારત આવવા દેવામાં આવશે, પરંતુ આ બધાનું સ્ક્રીનિંગ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..