JN.1 Variant: કેરળ બાદ હવે આ 2 રાજ્યોમાં પણ મળ્યા નવા વેરિએન્ટના કેસ, 9 દિવસમાં બમણા થયા કેસ
Covid Cases in India: ભારતમાં કોરોનાના વધતા કેસ માટે કોરોના વાયરસના નવા વેરિએન્ટ JN.1 ને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. આ વેરિએન્ટના 18 કેસ ગોવા, એક કેસ મહારાષ્ટ્ર અને એક કેસ કેરળમાંથી મળ્યા છે.
Coroanvirus Latest News: 11 ડિસેમ્બરના રોજ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 938 હતા. પરંતુ મંગળવારે એટલે કે 19મી ડિસેમ્બર સુધીમાં આ આંકડો વધીને 2000 સુધી પહોંચી ગયો. એટલે કે ફક્ત 9 દિવસમાં આ આંકડો વધીને 2000 હજારની આજુબાજુ પહોંચી ગયો. કેરળમાં કોરોનાના વેરિએન્ટ જેએન.1 મળી આવવાથી એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ બધા વચ્ચે ઈંસાકોગ (સેન્ટ્રલ ગવર્મેન્ટ ફોરમ લેબ્સ) ના જણાવ્યાં મુજબ જેએન.1 ના 19 વધુ સિક્વેન્સ મળ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્ર અને 18 ગોવાથી છે. જાણકારોનું કહેવું છે કે અમેરિકા સહિત જે દેશોમાં કોરોનાના કેસ સામે આવ્યા છે જેના માટે આ વેરિએન્ટ જવાબદાર છે. મહામારી પાછી ફરવાથી કેન્દ્રએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આજે આ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.
વેસ્ટ વોટર તપાસથી જેએન.1ની પુષ્ટિ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના સહ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને જણાવ્યું કે જેએન.1 પશ્ચિમી દેશોમાં સૌથી ઝડપથી વધનારો કોરોનાનો નવો વેરિએન્ટ છે. આ દશોમાં તે ઝડપથી ફેલાયો છે. તેમણે કહ્યું કે આ સામાન્ય રીતે 10 દિવસ બાદ અસર દેખાડે છે પરંતુ કેસની જાણ થતા એ વાત પર નિર્ભર રહે છે કે ટેસ્ટિંગ કેટલા દિવસ પહેલા થયું છે. આ માટે સતર્કતા જરૂરી છે. તેની પુષ્ટિ વેસ્ટ વોટરની તપાસથી પણ થાય છે. તેમના જણાવ્યાં મુજબ ટાટા ઈન્સ્ટીટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટી બેંગ્લુરુએ વેસ્ટ વોટર પર નિગરાણી કરીને જાણ્યું કે વધતા કેસ માટે જેએન.1 જ જવાબદાર છે. કોરોના કેસમાં ઉછાળના કેસ સ્વાભાવિક રીતે 10 દિવસની અંદર જોવા મળે છે. પરંતુ તેના માટે આપણે પ્રભાવી ટેસ્ટિંગ પર ધ્યાન આપવું પડશે. કેરળમાં જો કે હાલમાં જ એક દર્દીનું મોત થયું છે. તેના માટે કોવિડ એકલો જવાબદાર નથી. પરંતુ તે પહેલા જે રોગ હતો તેની પણ ભૂમિકા મહત્વની હતી
આ રાજ્યોમાં કેસ
ગોવાથી જેએન.1ના 18 કેસ ક્લસ્ટર કેસનું જે ઉદાહરણ છે તે હાલમાં જ ફિલ્મ ફેસ્ટીવલના કારણે સામે આવ્યા. મહારાષ્ટ્રમાં પણ જે એક કેસ સામે આવ્યો તે ગોવાની સરહદ નજીકથી આવ્યો છે. જો કે હજુ ક્લિનિકલ પ્રભાવ વિશે વધુ જાણકારી નથી. હાલ વધુ ચિંતિત થવાની જરૂર નથી એવું અમને લાગે છે. ભારતમાં કોવિડ કેસના જે કેસ સામે આવ્યા છે તે સીઝનલ કે ઠંડીના કારણે છે.
ઓમિક્રોન વંશનો છે જેએન.1
મુંબઈના વિશ્વનાથ કેર ફાઉન્ડેશનમાં રિસર્ચર વિનોદ સકારિયાના જણાવ્યાં મુજબ જેએન.1 ઓમિક્રોન વંશનો છે. તેની ઓળખ ઓગસ્ટ 2023માં બીએ.2.86 ના અભ્યાસ દરમિયાન થઈ તી. ઈંગાકોગના જણાવ્યાં મુજબ જેએન.1ના કુલ 20 સિક્વેન્સ સામે આવ્યા છે. જેમાંથી 18 ગોવા, એક મહારાષ્ટ્ર, અને એક કેરળથી છે. એટલું જ નહીં ગોવાથી બીએ.2.86 નો એક કેસ પણ સામે આવ્યો છે. ડો. જયદેવન જણાવે છે કે એપ્રિલ 2023માં ઈંસાકોગ ઈન્ડિયા દ્વારા છપાયેલા રિપોર્ટ કરાયેલી મોટી સંખ્યામાં એક્સબીબી અનુક્રમોની સરખામણીમાં આ એક સંપૂર્ણ રીતે નવા વેરિએન્ટ પ્રોફાઈલનો ખુલાસો કરે છે. આ રીતે સાત મહિનાના ગેપ બાદ ભારતમાં કોવિડ ફરીથી વધી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે સંક્રમણના તાજા કેસ સંપૂર્ણ રીતે નવા સબ વેરિએન્ટના કારણે છે જે BA.2.86 થી પેદા થયેલો છે. તે પહેલીવાર જુલાઈ 2023માં સ્કેન્ડિનેવિયન દેશોમાં મળી આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube