Corona Cases On New Year: કોવિડ-19 (Covid-19 Cases In India)ના વધતા જતા કેસોએ ખતરાની ઘંટડી વગાડી છે. સક્રિય કેસ (Corona Active Cases) ની સંખ્યા વધી રહી છે. જે હવે 4309 પર પહોંચી ગયો છે. એવામાં, તમારે નવા વર્ષ (New Year 2024) માં વધુ સાવચેત રહેવાની જરૂર છે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. જો તમારે જવું જ હોય ​​તો વાયરસથી બચવા માસ્ક પહેરો. રવિવારે ભારતમાં કોરોનાના કેસોએ 7 મહિનામાં પ્રથમ વખત 800નો આંકડો પાર કર્યો. રવિવારે કોવિડના 841 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 3 દર્દીઓના મોત પણ થયા છે. આ ત્રણ મૃત્યુ કેરળ, કર્ણાટક અને બિહારમાં થયા છે. 28 ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1ના 145 કેસ નોંધાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ


કોરોનાની લેટેસ્ટ અપડેટ


-  નવા વર્ષ પર કોરોનાએ તણાવ વધાર્યો છે. 9 નવા દર્દીઓ મળી આવતા ગભરાટ ફેલાયો છે. બિહારના ગયામાં સતત બીજા દિવસે ચાર સંક્રમિત લોકો મળી આવ્યા છે.


નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો


-  નિષ્ણાતોના મતે કોરોનાનું સબ-વેરિયન્ટ JN.1 બહુ ખતરનાક નથી પરંતુ સંક્રમણ ઝડપથી ફેલાય છે. સાવધાની જ બચી શકાશે. 


- 2020 થી ભારતમાં 4.4 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. દેશમાં લોકોને 226.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનામાંથી સાજા થનારા લોકોનો રિકવરી રેટ 98.81 ટકા છે.


વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી


- કોવિડના તમામ પ્રકારોને ધ્યાનમાં રાખીને વહીવટી પડકાર વધ્યો છે. જો કે, રાજ્યોએ મજબૂત મેડિકલ વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે.


જે પથારી પર સૂવે છે છોકરીને તેને ભાડે આપ્યો, અડધા બેડનું ભાડું છે અધધ...
અહીં યુવાઓને સામેથી મહિને લાખો રૂપિયા પગારની નોકરીઓ થાય છે ઓફર, આ છે શરત


- આ પહેલા 19 મે 2023ના રોજ 24 કલાકમાં કોરોનાના 865 નવા કેસ નોંધાયા હતા. અને હવે લગભગ 7 મહિના પછી ફરી એક દિવસમાં 800 થી વધુ નવા કેસ નોંધાયા છે.

- આ સિવાય 28 ડિસેમ્બર સુધી દેશમાં સબ-વેરિયન્ટ JN1ના કુલ 145 કેસ નોંધાયા હતા. આ કેસો 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં જોવા મળ્યા હતા.


'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ