નવી દિલ્હી: ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી રીતે આપવામાં આવતા વિધાનો, અધૂરા સત્યની જાણકારી અને તદ્દન જુઠ્ઠાણાઓના પ્રસારના કારણે લોકોમાં ફેલાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અને કોવિડ-19 રસીકરણ માટે રાષ્ટ્રીય અધિકાર પ્રાપ્ત સમૂહ (NEGVAC)ના ચેરમેન ડૉ. વિનોદ પૉલે આ તમામ ગેરમાન્યતાઓને ધ્યાનમાં લીધી અને આ દરેક મુદ્દે વાસ્તવિકતા રજૂ કરી છે. અહીં આવી ગેરમાન્યતાઓ અને હકીકતો આપવામાં આવી છે.

20 લોકોને મિક્સ વેક્સીન Covishield + Covaxin લગાવવામાં આવી, તેની શું થશે અસર? સરકારે આપ્યો આ જવાબ
 
ગેરમાન્યતા 1: કેન્દ્ર સરકાર વિદેશમાં રસી ખરીદવા માટે પૂરતા પ્રયાસો કરી રહી નથી
હકીકત:
કેન્દ્ર સરકાર વર્ષ 2020ના મધ્યથી જ તમામ આંતરરાષ્ટ્રીય રસી ઉત્પાદકો સાથે સતત જોડાયેલી છે. ફાઈઝર, J&J અને મોડેર્ના સાથે અત્યાર સુધીમાં કેટલીય વખત વાટાઘાટો યોજાઇ ગઇ છે. સરકારે તેમને ભારતમાં રસીનો જથ્થો પુરો પાડવા માટે અને/અથવા ભારતમાં જ તેનું વિનિર્માણ કરવા માટે જરૂરી સહાયતા આપવાની પણ રજૂઆત કરી છે. જોકે, તેમની રસીનો પુરવઠો વિનામૂલ્યે ઉપલબ્ધ નથી. આપણે એક વાત સમજી લેવી જરૂરી છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાંથી રસી ખરીદવી એ તૈયાર જથ્થામાંથી કોઇ ચીજવસ્તુ ખરીદવા જેટલી સરળ બાબત નથી. આખી દુનિયામાં રસીનો પુરવઠો ખૂબ જ મર્યાદિત માત્રામાં છે અને કંપનીઓની તેમની પોતાની પ્રાથમિકતાઓ, વ્યૂહનીતિઓ અને નિશ્ચિત જથ્થો પુરો પાડવાની અનિવાર્યતા હોય છે.

કોરોના: સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, Lockdown વધારવા પર કહી આ વાત

જે પ્રકારે આપણા રસીના ઉત્પાદકો કોઇપણ ખચકાટ વગર રસીનો જથ્થો પુરો પાડવા માટે સૌથી પહેલા આપણા દેશને પ્રાધાન્યતા આપે છે તેવી જ રીતે તેઓ પણ પોતાના દેશને પુરવઠામાં પ્રાધાન્યતા આપે છે. ફાઇઝર દ્વારા રસીની ઉપલબ્ધતા વિશે સંકેતો આપવામાં આવ્યા એટલે તરત જ, કેન્દ્ર સરકાર અને કંપનીએ વહેલામાં વહેલી તકે રસીનો જથ્થો આયાત કરવા માટે સાથે મળીને કામગીરી આદરી દીધી છે. ભારત સરકારના પ્રયાસોના ફળરૂપે, સ્પુતનિક રસીના પરીક્ષણને સમયસર મંજૂરી સાથે પ્રવેગ મળ્યો, રશિયાએ રસીના બે જથ્થાનો પુરવઠો પહેલાંથી જ મોકલી દીધો છે અને આપણી કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફર પરિપૂર્ણ કરી દીધી છે જેથી તેઓ વહેલી તકે ભારતમાં જ તેનું ઉત્પાદન શરૂ કરી શકે. અમે તમામ આંતરરાષ્ટ્રીય રસી ઉત્પાદકો સમક્ષ ભારતમાં આવીને ભારત અને આખી દુનિયા માટે રસીનું ઉત્પાદન કરવાની અમારી વિનંતીનો પુનરોચ્ચાર કરીએ છીએ.


ગેરમાન્યતા 2: કેન્દ્રએ દુનિયાભરમાં ઉપલબ્ધ રસીઓને માન્યતા આપી નથી
હકીકત:
કેન્દ્ર સરકારે US FDA, EMA, UK's MHRA અને જાપાનની PMDA દ્વારા માન્યતા આપવામાં આવેલી તેમજ WHO દ્વારા કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટેની યાદીમાં સમાવવામાં આવેલી રસીઓને ભારતમાં સરળતાથી લાવવા માટે એપ્રિલ મહિનામાં જ સક્રિયપણે સરળતા કરી આપી છે. આ રસીઓને આગોતરા બ્રીજિંગ પરીક્ષણોની જરૂરિયાત રહેશે નહીં. અન્ય દેશોમાં સારી રીતે સ્થાપિત રસી ઉત્પાદકો માટે પરીક્ષણની જરૂરિયાતને નાબૂદ કરવાના આશય સાથે આ જોગવાઇમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. કોઇપણ વિદેશી ઉત્પાદક દ્વારા પરીક્ષણ સંબંધે કરવામાં આવેલી એકપણ અરજી દવા નિયામક સમક્ષ પડતર નથી.

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ


ગેરમાન્યતા 3: કેન્દ્ર સરકાર સ્થાનિક સ્તરે રસીનું ઉત્પાદન વધારવા માટે પૂરતાં પ્રયાસો નથી કરતી
હકીકત: કેન્દ્ર સરકાર વર્ષ 2020ના પ્રારંભિક સમયથી જ વધુ કંપનીઓ રસીનું ઉત્પાદન કરવા માટે સમર્થ બને તે ઉદ્દેશથી અસરકારક સુવિધા પ્રદાતા તરીકેની ભૂમિકા નિભાવી રહી છે. માત્ર એક જ ભારતીય કંપની (ભારત બાયોટેક) પાસે IP છે. ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, ભારત બાયોટેકના પોતાના પ્લાન્ટ્સ ઉપરાંત અન્ય ત્રણ કંપનીઓ/પ્લાન્ટ્સમાં કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને તેની સંખ્યા 1થી વધારીને 4 કરવામાં આવી છે. ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન દર મહીને 1 કરોડ કરતાં ઓછી સંખ્યાથી વધારીને ઓક્ટોબર સુધીમાં દર મહિને 10 કરોડ કરતાં વધારે સુધી લઇ જવાની કામગીરી ચાલે છે.

વધુમાં, ડિસેમ્બર સુધીમાં 4.0 કરોડ ડોઝ સુધી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ત્રણ PSU એકજૂથ થઇને કામ કરી રહ્યાં છે. સરકારના સતત સહયોગ સાથે સીરમ ઇન્સ્ટિટ્યુટે કોવિશિલ્ડના ઉત્પાદનની દર મહિને 6.5 કરોડ ડોઝની ક્ષમતા વધારીને દર મહિને 11 કરોડ ડોઝ સુધી પહોંચાડી છે. ભારત સરકારે ડૉ. રેડ્ડીના સંકલન હેઠળ ભારતમાં જ 6 કંપનીઓમાં સ્પુતનિક રસીનું ઉત્પાદન કરવા માટે રશિયા સાથે ભાગીદારી સુનિશ્ચિત કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ સુરક્ષા યોજના અંતર્ગત ઉદારીકૃત ભંડોળ આપીને ઝાયડસ કેડિલા, બાયો-ઇ તેમજ જીનોવા દ્વારા ચાલી રહેલા તેમની સંબંધિત સ્વદેશી રસીના ઉત્પાદનના પ્રયાસોમાં પણ સહકાર આપ્યો છે અને રાષ્ટ્રીય લેબોરેટરીઓ દ્વારા ટેકનિકલ સહકાર પણ આપવામાં આવી રહ્યો છે.

ભારત બાયોટેકની સિંગલ ડોઝ ઇન્ટ્રાનાસલ રસી વિકસાવવાની કામગીરી ભારત સરકારના ભંડોળ સાથે સારી રીતે આગળ વધી રહી છે અને દુનિયામાં આ રસી ગેમ ચેન્જર પુરવાર થઇ શકે છે. આપણા રસી ઉદ્યોગ દ્વારા 2021ના અંત સુધીમાં રસીના અંદાજે 200 કરોડ ડોઝનું ઉત્પાદન થઇ શકશે જે આ પ્રયાસો અને એકધારા સહકાર તેમજ ભાગીદારીનું જ પરિણામ છે. આટલી પ્રચંડ ક્ષમતા પ્રાપ્ત કરવાની કલ્પના પણ કેટલા દેશો કરી શકે છે? અને એ પણ પરંપરાગત તેમજ અદ્યતન DNA અને mRNA પ્લેટફોર્મ પર? ભારત સરકાર અને રસી ઉત્પાદકોએ આ મિશનમાં દૈનિક ધોરણે અવિરત જોડાણ સાથે એક ટીમ ઇન્ડિયાની જેમ કામ કર્યું છે.

કોરોના વચ્ચે હેલ્થ ઇંશ્યોરન્સને લઇને મોટું ટેંશન ટળ્યું! પ્રીમિયમ પર સરકારે લીધો આ નિર્ણય


ગેરમાન્યતા 4: કેન્દ્રએ ફરજિયાત લાઇસન્સિંગ લાવવું જોઇએ
હકીકત:
ફરજિયાત લાઇસન્સિંગ એક ખાસ આકર્ષે તેવો વિકલ્પ નથી કારણ કે, આ મહત્વ ધરાવતી ‘ફોર્મ્યુલા’ નથી પરંતુ, એક સક્રિય ભાગીદારી, માનવ સંસાધનોની તાલીમ, કાચા માલનું સંસાધન અને જૈવ-સલામતી લેબોરેટરીઓનું સર્વોચ્ચ સ્તર જરૂરી છે. ટેકનોલોજી સ્થાનાંતરણ એવી ચાવી છે જે કંપનીઓના હાથમાં રહે છે અને તેનો ઉપયોગ R&D કરવા માટે થયો હોય છે. ખરેખર તો, આપણે ફરજિયાત લાઇન્સિંગ કરતાં પણ એક ડગલું આગળ વધ્યાં છીએ અને કોવેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભારત બાયોટેક અને અન્ય ત્રણ કંપનીઓ વચ્ચે સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી છે.

આવું જ વ્યવસ્થા તંત્ર સ્પુતનિક માટે પણ અનુસરવામાં આવ્યું છે. આના પર વિચાર કરી જુઓ: મોડેર્નાએ ઓક્ટોબર 2020માં કહ્યું હતું કે, કોઇપણ કંપની તેમની રસી બનાવશે તો તેમના વિરુદ્ધ તેઓ કોઇપણ પ્રકારે કેસ કે દાવો નહીં કરે, પરંતુ હજુ સુધીમાં પણ એક કંપનીએ બનાવી નથી, જે બતાવે છે કે લાઇસન્સિંગ કોઇ મોટો મુદ્દો નથી. જો રસી બનાવવાનું તદ્દન સરળ હોત તો, વિકાસિત દેશોને પણ રસીના ડોઝની આટલી અછત શા માટે થઇ શકે?


ગેરમાન્યતા 5: કેન્દ્રએ પોતાની જવાબદારી રાજ્યો પર નાંખી દીધી છે
હકીકત:
કેન્દ્ર સરકાર રસીના ઉત્પાદકોને ભંડોળ આપવાથી લઇને ઉત્પાદન વધારવા માટે ઝડપથી મંજૂરીઓ આપવી અને વિદેશી ઉત્પાદકોને ભારતમાં લાવવા સુધીની તમામ કામગીરીઓ ખૂબ જ મહેનત કરી રહી છે. કેન્દ્ર દ્વારા ખરીદી કરવામાં આવતો રસીનો સંપૂર્ણ જથ્થો રાજ્યોને લોકોના વિનામૂલ્યે રસીકરણ માટે આપવામાં આવે છે. આ બાબત રાજ્યો ખૂબ જ સારી રીતે જાણે છે. ભારત સરકારે રાજ્યોને તેમની વિશેષ વિનંતીઓના આધારે પોતાની રીતે જ રસી ખરીદવા માટે પણ સુવિધા આપી છે. દેશમાં રસીની ઉત્પાદન ક્ષમતા અને વિદેશમાંથી સીધી રસી ખરીદવા પાછળ આવતી મુશ્કેલીઓ બાબતે રાજ્યો ખૂબ જ સારી રીતે જાણે છે.

મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ ઇન્જેકશન છે ‘લાઇફસેવિંગ'

ખરેખર તો, ભારત સરકારે જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન આખો રસીકરણ કાર્યક્રમ ચલાવ્યો છે અને તે મે મહિનામાં રસી આપવાની જે પરિસ્થિતિ છે તેની સરખામણીએ ત્યારની સ્થિતિ ઘણી સારી પણ જોવા મળી છે. પરંતુ જે રાજ્યોએ ત્રણ મહિનામાં પણ આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓના રસીકરણ કવરેજમાં સારી સ્થિતિ પ્રાપ્ત નથી કરી તેઓ રસીકરણની પ્રક્રિયા ખોલવા માંગે છે અને તેનું વિકેન્દ્રીકરણ કરવા માંગે છે. આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને ઉદારીકૃત રસીકરણ નીતિ એ રાજ્યો દ્વારા તેમને વધુ સત્તા આપવા માટે અવિરત કરવામાં આવતી વિનંતીઓનું પરિણામ છે. હકીકત એ છે કે, વૈશ્વિક રજૂઆત કરનારાઓએ કોઇ પરિણામ નથી આપ્યું પરંતુ અમે રાજ્યોને પહેલા દિવસથી જ કહી રહ્યાં છીએ તેનો પુનરુચ્ચાર કરે છે: કે દુનિયામાં રસીના પુરવઠાની અછત છે અને ટુંકા સમયગાળામાં તેને પ્રાપ્ત કરવી કોઇ સરળ બાબત નથી.


ગેરમાન્યતા 6: કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરતી રસી આપતી નથી
હકીકત:
સંમત થયેલી માર્ગદર્શિકા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને તદ્દન પારદર્શક રીતે રસીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ખરેખર તો, રાજ્યોને રસીની ઉપલબ્ધતા વિશે પણ અગાઉથી જાણ કરવામાં આવે છે. રસીની ઉપલબ્ધતા નજીકના ભવિષ્યમાં જ વધી જશે અને ઘણો વધારે પુરવઠો મળવાનું શક્ય થશે. ભારત સરકાર સિવાયની ચેનલમાં, રાજ્યો કુલ ડોઝમાંથી 25% હિસ્સો પ્રાપ્ત કરી રહ્યાં છે જ્યારે બાકીનો 25% હિસ્સો ખાનગી હોસ્પિટલો મેળવી રહી છે.

GTU ના ફાર્મસી વિભાગના વડાનું નિવેદન, મ્યુકોરમાઇકોસીસના કેસ ચોમાસામાં વધે તેવી પૂરેપૂરી શકયતા

જોકે, રાજ્યોના 25% હિસ્સામાંથી રસીકરણ કરવામાં લોકોને જે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં ઘણું કરવાની જરૂર છે. આપણા કેટલાક નેતાઓ કે જેઓ રસીના પુરવઠા અંગે સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવ છતાં ટીવી દર દરરોજ જેમનું વર્તન જોવા મળે છે અને લોકોમાં તેઓ ડરનો માહોલ ઉભો કરી રહ્યાં છે તે ઘણી દુઃખદ બાબત છે. આ કોઇ રાજનીતિ રમવાનો મુદ્દો નથી. આપણે આ જંગ એકજૂથ થઇને લડવી જરૂરી છે.


ગેરમાન્યતા 7: કેન્દ્ર સરકાર બાળકોને રસી આપવાની દિશામાં કોઇ પગલાં લેતી નથી
હકીકત:
હાલના તબક્કે, દુનિયામાં એકપણ દેશ 12 વર્ષથી ઓછી વયના બાળકોને રસી આપી રહ્યો નથી. WHOએ પણ બાળકોને રસી આપવા અંગે કોઇ ભલામણ કરી નથી. બાળકોમાં રસીની સલામતી અંગે અભ્યાસો થયા છે અને તેમાં પ્રોત્સાહક તારણો મળ્યા છે. ભારતમાં બાળકોમાં ટૂંક સમયમાં જ રસીના પરીક્ષણો શરૂ કરવામાં આવશે. જોકે, બાળકોના રસીકરણ અંગેનો નિર્ણય વોટ્સએપ ગ્રૂપમાં ચાલતા ડરના માહોલના આધારે તેમજ કેટલાક નેતાઓ આમાં રાજનીતિ રમવા માંગે છે તેના આધારે ના લઇ શકાય. આ અંગે પરીક્ષણો આધારિત પૂરતા પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ થયા પછી આપણા વૈજ્ઞાનિકો દ્વારા જ નિર્ણય લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube