કોરોના: સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, Lockdown વધારવા પર કહી આ વાત
એક નવા આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસમાં ઘટાડો આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ ખતરો હજુ ખતરો ટળ્યો નથી. હાલના સમયમાં દરરોજ બે લાખથી ઉપર કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના નિયમોમાં થોડી ઢીલથી મામલો બગડી શકે છે. એવામાં કેંદ્ર સરકાર હાલમાં ચાલી રહેલી પાબંધીઓમાં છૂટ આપવાના મૂડમાં નથી. કેંદ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને કોવિડ 19ના હાલના દિશા નિર્દેશોને 30 જૂન સુધી યથાવત રાખવાના આદેશ આપ્યા છે.
યથાવત રહેશે પાબંધીઓ
સરકારે ગુરૂવારે આદેશ જાહેર કરતાં કહ્યું કે જે જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધુ છે, ત્યાં આકરા પ્રતિબંધો લગાવવામાં આવે.
શું છે સરકારની નવી ગાઇડલાઇન
એક નવા આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસમાં ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાના નવા કેસમાં ઘટાડા છતાં હાલ સારવાર કરાવી રહેલા દરદીઓની સંખ્યા હજુ પણ વધારે છે. એટલે જરૂરી છે કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ રાખવામાં આવે.
30 જૂન સુધી ચાલુ રહેશે પાબંધીઓ
રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને જાહેર કરેલા આદેશોમાં ગૃહ સચિવે કહ્યું કે સ્થાનિક સ્થિતિમાં સુધારા બાદ રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ પાબંધીઓમાં છૂટ આપી શકે છે. તેમણે કહ્યું કે મે મહિના માટે 29 એપ્રિલના રોજ જાહેર કરેલા દિશા-નિર્દેશોને 30 જૂન સુધી લાગૂ રહેશે.
કોરોનાની સ્થિતિમાં સુધારો
દિશા-નિર્દેશોના અનુસાર ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે ઓક્સિજનથી સજ્જ બેડ, આઇસીયૂ બેડ, વેંટિલેટર, એમ્બુલેંસની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્વિત કરે. જરૂર પડતાં અસ્થાયી હોસ્પિટલોનું નિર્માણ કરો. આ સાથે જ પર્યાપ્ત કોરોન્ટાઇન સેન્ટરોની વ્યવસ્થા પણ રાખો. જોકે ગૃહ મંત્રાલયે મહામારીને જોતાં તાજા દિશા નિર્દેશોમાં દેશમાં ક્યાંય પણ લોકડાઉન લગાવવા વિશે કહ્યું નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કે દેશમાં કોરોનાથી સાજા થનારાઓનો દર વધી રહ્યો છે. રિકવરી રેટ વધીને 90 ટકા થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં 2,57,000 કેસ નોંધાયા છે. જ્યારે 3,57,630 લોકો રિકવર થયા છે. 78% નવા કેસ 10 રજ્યોમાંથી નોંધાઇ ચૂક્યા છે. ફક્ત 7 રાજ્યોમાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારતના કોરોનાવાયરસના કુલ કેસ 2,73,69,093 થઇ ગયા છે જ્યારે 3,15,235 લોકોના સંક્રમણના લીધે મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે