નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર (Maharashtra)  અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત (Gujarat) , કર્ણાટક, અને હરિયાણામાં દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ રાજ્યોની સરકારો પણ અલર્ટ મોડ પર છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 18599 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 97 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર સતત દૈનિક કોરોનાના નવા કેસ મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ સાથે જ કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરી છે. જ્યાં રોજેરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. 


દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,599 નવા કેસ જોવા મળ્યા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,12,29,398 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,08,82,798 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે 1,88,747 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 97 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,57,853 પર પહોંચી ગયો છે. 


Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube