Coronavirus in India: હોસ્પિટલો તૈયાર રાખો! કોરોનાની વધતી રફ્તારથી દેશમાં ટેન્શન, કેન્દ્રએ આપી રાજ્યોને ચેતવણી
Coronavirus Cases in India: ભારતમાં કોરોના વાયરસનાકેસોની વધતી જતી ગતિને જોતા સરકાર સંપૂર્ણ એલર્ટ પર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.
Coronavirus in India: દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં વધતા જતા કેસોને પગલે હવે કેન્દ્ર સરકાર એક્ટિવ બની છે. આજે ઓનલાઈન તમામ રાજ્યોની એક મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ રાજ્યોને હોસ્પિટલો તૈયાર રાખવા માટે ચેતવણી અપાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આજે તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસો પર ધ્યાન આપવાનું કહ્યું છે અને તેની સાથે હોસ્પિટલોને આ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વચન આપ્યું છે કે કોરોના વાયરસની રોકથામમાં ઉપયોગમાં લેવાતી તમામ પ્રકારની મૂળભૂત સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસના (Coronavirus Cases in India) કેસોની વધતી જતી ગતિને જોતા સરકાર સંપૂર્ણ એલર્ટ પર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠક 2 કલાક સુધી ચાલી હતી, જેમાં રાજ્યોને કોરોના સામેની લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ડરવાની જરૂર નથી, પરંતુ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
દેશમાં યોજાનારી મોકડ્રીલ સંદર્ભે તા.8-9મીએ સમીક્ષા બેઠક યોજવા રાજ્યને સૂચના આપવામાં આવી છે. આ સાથે T3 ની પોલિસી એટલે કે ટ્રેક, ટ્રેસ એન્ડ ટ્રીટ, રસીકરણ અને કોવિડ ફ્રેન્ડલી બિહેવિયર પર સંપૂર્ણ ધ્યાન આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે. આમ સરકાર પણ એલર્ટ બની છે એનું કારણ એ પણ છે કે કેસો સતત વધી રહ્યાં છે.
શું હોય છે સેમ્પલ ફ્લેટ, ગ્રાહકોને ફસાવવા માટે તો નથી બનાવતા બિલ્ડર? ધ્યાનમાં રાખો..
Mukesh Ambani એ કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન લીધી, જાણો શું છે પ્લાન
આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!
વધતા કેસ પર નજર રાખો, હોસ્પિટલ તૈયાર હોવી જોઈએ
આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તમામ રાજ્યોને કોરોનાના (Coronavirus)વધતા કેસ પર ધ્યાન આપવા કહ્યું છે અને તેની સાથે હોસ્પિટલોને આ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. મનસુખ માંડવિયાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર ટ્રેક, ટ્રેસ એન્ડ ટ્રીટનું પુનરાવર્તન કર્યું હતું. આ દરમિયાન, કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે કોવિડ નિયમોનો ફેલાવો વધારવા પર ચર્ચા થઈ હતી. માંડવિયાએ કહ્યું કે, આપણે સતર્ક રહેવું પડશે અને બિનજરૂરી ભય ફેલાવવો નહીં.
માંડવિયાએ તમામ આરોગ્ય પ્રધાનોને તેમના રાજ્યોમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, 10 અને 11 એપ્રિલે આખા દેશમાં કોવિડને લઈને એક મોક ડ્રીલ થશે, જેમાં તમામ સ્વાસ્થ્ય મંત્રીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube