Upcoming IPO: આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!

Upcoming IPO in 2023: જો તમે પણ શેર બજારમાં પૈસા લગાવવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને એકવાર ફરીથી આઈપીઓમાં પૈસા લગાવવાની તક મળી રહી છે. અનેક કંપનીઓ બજારમાં આઈપીઓ લઈને આવી રહી છે. જેમાં પૈસા લગાવીને તમે સારી કમાણી કરી શકો છો. 
 

Upcoming IPO: આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!

Upcoming IPO in 2023: જો તમે પણ શેર બજારમાં પૈસા લગાવવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને એકવાર ફરીથી આઈપીઓમાં પૈસા લગાવવાની તક મળી રહી છે. અનેક કંપનીઓ બજારમાં આઈપીઓ લઈને આવી રહી છે. જેમાં પૈસા લગાવીને તમે સારી કમાણી કરી શકો છો. આઈટી સેક્ટરની કંપની રાશિ પેરિફેરલ્સ, ઈલેક્ટ્રોનિક વિનિર્માણ સેવા કંપની સાઈન્ટ ડીએલએમ, સ્વાસ્થ્ય સુવિધા કંપની હેલ્થવિસ્ટા કંપની અને ફાઈનાન્શિલ ટેક્નોલોજી (ફિનટેક) કંપની જેગલ પ્રીપેડ ઓશન સર્વિસિઝને IPO દ્વારા પૈસા ભેગા કરવા માટે સેબીની લીલી ઝંડી મળી ગઈ છે. 

કંપનીઓએ જમા કરાવ્યા હતા ડોક્યુમેન્ટ્સ
અત્રે જણાવવાનું કે સેબીએ બુધવારે જણાવ્યું હતું કે ચાર કંપનીઓએ જુલાઈ 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે નિયામક પાસે આઈપીઓ દસ્તાવેજો જમા કરાવ્યા હતા. કંપનીઓને 29031 માર્ચ દરમિયાન બજાર નિયામકનું 'નિષ્કર્ષ' મળ્યું છે. કોઈ પણ કંપની માટે આઈપીઓ લાવવા માટે સેબીનું નિષ્કર્ષ જરૂરી હોય છે. 

કેટલા કરોડના આવશે આઈપીઓ
દસ્તાવેજો મુજબ રાશિ પેરિફેરલ્સના આઈપીઓમાં 750 કરોડ રૂપિયા સુધીના નવા શેર બહાર  પાડવામાં આવશે. તેમાં કોઈ વેચાણ રજૂઆત સામેલ નથી. આ ઉપરાંત સાઈન્ટ ડીએલએમના આઈપીઓમાં 740 કરોડ રૂપિયા સુધીના નવા શેર બહાર પાડવામાં આવશે. તેમાં પણ કોઈ વેચાણ રજૂઆત (OFS) સામેલ નથી. 

હેલ્થવિસ્ટા લાવશે 200 કરોડનો આઈપીઓ
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હેલ્થ વિસ્ટા ઈન્ડિયાના આઈપીઓમાં 200 કરોડ રૂપિયા સુધીના નવા શેર બહાર પાડવામાં આવશે. તેના શેરધારક 56,252,644 શેરોની વેચાણ રજૂઆત લાવશે. 

BSE-NSE પર લિસ્ટ થશે આઈપીઓ
જેગલ પ્રીપેડ ઓશન સર્વિસિઝના આઈપીઓમાં 490 કરોડ રૂપિયા સુધીના નવા શેર બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત પ્રવર્તકો અને રોકાણકારો દ્વારા 1.05 કરોડ શેરોની વેચાણ રજૂઆત લાવવામાં આવશે. આ કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈમાં લિસ્ટ થશે. 

(અહેવાલ સાભાર -ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news