નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જાય છે. છેલ્લા 24 કલાકમાં 1035 કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધીનો એક દિવસનો રેકોર્ડ છે. આ બધા વચ્ચે 40 લોકોના મોત થયા છે. શુક્રવારે દેશભરમાં કોરોનાના 859 કેસ નોંધાયા છે. આ આંકડા હવે ડરામણા લાગી રહ્યાં છે. ભારતમાં કોરોના સ્ટેજ 3 તરફ તો આગળ નથી રહ્યું ને? દેશમાં હાલ કોરોનાના કન્ફર્મ 7447 કેસ છે. જેમાંથી 6665 એક્ટિવ છે. જ્યારે 643 લોકોને ડિસ્ચાર્જ કે માઈગ્રેટ કરાઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM અમરિન્દરની ચેતવણી, 'સપ્ટેમ્બરમાં ચરમસીમાએ હશે કોરોના, ભારતની 58% વસ્તી આવી શકે તેના ભરડામાં' 


ભારતમાં કોરોનાના કેસોમાં શુક્રવારે ચોંકવનારો આંકડો બહાર આવ્યો. ગુરુવારે જ્યાં પહેલીવારમાં એક જ દિવસમાં કોરોનાના કેસોએ સાતસોનો આંકડો પાર કર્યો હતો ત્યાં શુક્રવારે દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારે પહોંચી ગઈ. ત્યારે કોરોનાના 85 કેસ નવા આવ્યાં. જે એક જ દિવસમાં કોરોનાના વધતા સંક્રમણનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube