નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં રાહતના સમાચાર છે. ગત દિવસની સરખામણીએ આજે ​​(શુક્રવારે) કોરોના વાયરસના લગભગ 35 હજાર ઓછા નવા કેસ નોંધાયા છે. સંક્રમણ દર (Positivity Rate) પણ ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના આટલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 2 લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે અને વાયરસને કારણે 627 લોકોના મોત થયા છે. જો કે, આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 કોરોના સંક્રમિત પણ સાજા થયા છે.


કોરોના પોઝિટિવ રેટમાં ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ સમયે કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 21 લાખ 5 હજાર 611 થઈ ગઈ છે. ત્યારે પોઝિટિવિટી દર ઘટીને 15 ટકા પર આવી ગયો છે. જણાવી દઈએ કે ગુરુવારે ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 86 હજાર 384 નવા કેસ નોંધાયા અને 573 લોકોના મોત થયા.



ભારતમાં ઝડપથી ચાલી રહ્યું છે રસીકરણ
જાણી લો કે ભારતમાં પણ કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 164 કરોડ 44 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 15 કરોડ 82 લાખ 307 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં 72 કરોડ 37 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે હાલમાં દેશ અને રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને જોતા નિષ્ણાતોનું કહેવું છે કે સાવચેતી રાખીને તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે. ગુરુવારે દિલ્હીમાં કોવિડ-19 ના 4 હજાર 291 કેસ નોંધાયા હતા અને આ દરમિયાન 34 લોકોના મોત પણ થયા હતા.