નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા વધીને 42533 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને  11706 થઈ ગઈ છે જે 27.5 ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલશો તો વધશે કોરોના
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, લૉકડાઉનના ત્રીજા તબક્કામાં આજથી આપવામાં આવી રહેલી છૂટ દરમિયાન પણ લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે. જરૂરી કામ હોય તો ઘરેથી નિકળે અને ભીડવાળી જગ્યાએ જવાથી બચે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, તે નોટિસ કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસ લૉકડાઉનમાં છૂટ દેવા પર લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું સન્માન કરી રહ્યાં નથી. પ્રતિબંધોમાં ઢીલ થતાં રોગના સંક્રમણની શક્યાતા વધી જાય છે. 


ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું કે રાજ્યોએ તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે કે આંતર રાજ્ય કાર્ગોની અવજજવરમાં કોઈ સમસ્યા થશે નહીં. તેના માટે ગૃહ મંત્રાલયમાં કંટ્રોલ રૂમ નંબર 1930 અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેલ્પલાઇન નંબર 1033નો ઉપયોગ ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા લૉકડાઉન સંબંધિત કોઈ પણ ફરિયાદ નોંધાવવા માટે કરી શકાય છે. 


UPSC Prelims Exam 2020: પરીક્ષા સ્થગિત, જાણો ક્યારે જાહેર થશે નવી તારીખ  


યૂપીમાં કોરોનાના કુલ 1939 સક્રિય મામલા
ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, પ્રદેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય મામલા 1939 છે. અત્યાર સુધી 758 લોકો સાજા થયા છે. તેમણે જણાવ્યું કે, સંક્રમણના આ આંકડા કુલ 64 જિલ્લામાંથી આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર