નવી દિલ્હી: દેશમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)નો ચોથો તબક્કો રવિવારે રાત્રે 12 વાગે સમાપ્ત થઇ જાય છે. એવામાં લોકડાઉન (Lockdown 5.0)ના આગામી તબક્કાને લઇને કેન્દ્ર તરફથી એક નવો રોડમેપ આવવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉન 5.0માં મોલ અને રેસ્ટોરન્ટને ખોલવાની છૂટ મળી શકે છે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધ લાગૂ રહેશે અને બાકી વિસ્તારોમાં ખોલવાની પરવાનગી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર લોકડાઉનના પાંચમા તબક્કામાં દિલ્હીમાં મેટ્રો શરૂ થવાની સાથે બજારો પણ ખુલી શકે છે. આ સાથે જ ધાર્મિક સ્થળો પણ ખોલવાની સંભાવના છે. જોકે આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન, ફેસ માસ્ક અને આરોગ્ય સેતુ મોબાઇલ એપનો ઉપયોગ કરવો ફરિયાત રહેશે. 


માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકડાઉન ઓછામાં ઓછું 10 દિવસ માટે વધારવામાં આવી શકે છે. આ દરમિયાન શિક્ષણ સંસ્થાઓ ફક્ત ઓનલાઇન ક્લાસિસ શરૂ કરી શકશે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર નગર નિગમ એક જૂનથી આ નક્કી કરશે કે આવાસીય કોલોનીઓ, મોહલ્લા, નગરપાલિકા વોર્ડ, પોલીસ સ્ટેશન વિસ્તારો, નગરપાલિકા ક્ષેત્રો અને કસ્બા વગેરે કન્ટેનમેન્ટ ઝોનના રૂપમાં જાહેર કરી શકાશે કે નહી. 


હાલ સરકાર 13 શહેરો પર ખાસકરીને પર સાવધાની વર્તશે, જ્યાં પણ કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેમાં મુંબઇ, ચેન્નઇ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદ્વાબાદ, કલકત્તાની સાથે હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર અને ચેંગલપટ્ટ અને તિરૂવલ્લૂર સામેલ છે. 


કેન્દ્રએ રાજ્ય સરકારોએ પણ લોકડાઉન 5.0 માટે ભલામણ કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બંધ વિસ્તારની માંગ કરી છે, પરંતુ તેમણે પ્રતિબંધોની સાથે રેસ્ટોરેન્ટ ખોલવાની અનુમતિ માંગી છે. મોટાભાગના રાજ્યોએ લોકડાઉનને આગામી તબક્કામાં વધુ છૂટ આપવાની અપીલ કેન્દ્ર સરકારને કરી છે. તો બીજી તરફ છત્તીસગઢ સરકારનું કહેવું છે કે સામાજિક અંતરનું પાલન કરતાં અઠવાડિયા છ દિવસ ખોલવાની પરવાનગી આપવામાં આવે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube