નવી દિલ્હીઃ વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં પણ એક મહાજંગ જારી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન માટે અને દેશમાં આ વાયરસને ફેલાતો રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું, જે 14 એપ્રિલે સમાપ્ત થઈ જશે. આ વચ્ચે સરકાર લૉકડાઉનને લઈને કોઈ નિર્ણય કરે તે પહેલા સોમવારથી કેન્દ્રીય મંત્રી અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પોતાનું કામકાજ ઓફિસથી શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે વડાપ્રધાન કાર્યાલય તરફથી તમામ મંત્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે સોમવારથી બધા ઓફિસથી કામ કરે. એટલે કે અત્યાર સુધી જે મંત્રી વર્ક્ર ફ્રોમ હોમ કરી રહ્યાં હતા, તે બધાએ ઓફિસ આવવું પડશે. પરંતુ આ દરમિયાન મંત્રાલય અને ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન જરૂર કરવામાં આવશે. 


આ સિવાય જોઈન્ટ સેક્રેટરીતી ઉપરની રેન્કના તમામ અધિકારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે. જ્યારે તેનાથી નિચલા લેવલના કર્મચારીઓને રોટેશનના આધાર પર ઓફિસ બોલાવવામાં આવસે, પરંતુ તે સમયે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જરૂરી હશે. 


હવે જ્યારે 21 દિવસનું લૉકડાઉન પૂરુ થઈ રહ્યું છે અને મોટાભાગના રાજ્યોએ તેને વધારવાની માગ કરી છે. તેવી આશા કરવામાં આવી રહી છે કે લૉકડાઉન પાર્ટ-2માં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે. જેમાં કિસાનો અને ઇન્ડસ્ટ્રીઝ માટે થોડી રાહત પણ હોઈ શકે છે. આ કારણ છે કે રાજ્ય સરકારોને ખેતી ક્ષેત્રમાં થોડી ઢીલ આપવાની મંજૂરી આપવામાં આવી છે. 


મહારાષ્ટ્રમાં તૂટી રહ્યાં છે કોરોનાના રેકોર્ડ, 24 કલાકમાં 221 નવા કેસ, 22 મૃત્યુ


ખેડૂતોને મળશે ખાસ છૂટ?
સોમવારે વૈસાખી છે અને આ સાથે દેશમાં ખેતીની સીઝન શરૂ થઈ જશે. તેવામાં સરકાર તેને ધ્યાનમાં રાખતા કેટલિક ખાસ ટ્રેન, બસ સર્વિસની સુવિધા શરૂ કરી શકે છે. જેથી પાક કાપણીની સુવિધાને શરૂ કરી શકાય અને ખેડૂતોએ મોટું નુકસાન ન ઉઠાવવું પડે. પરંતુ પેસેન્જર ટ્રેન, યાત્રી વિમાન વગેરે પર પ્રતિબંધ યથાવત રહી શકે છે. 


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી, તે 14 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યું છે. તેવામાં દેશમાં સતત લૉકડાઉન વધારવાને લઈને ચર્ચા જારી છે. આ પહેલાં પીએમ મોદીએ મઉખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેના સંકેત પણ આપ્યા હતા. તો કેટલાક રાજ્યોએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી પણ દીધું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર