લૉકડાઉન 2: મોદીએ કહ્યું- આર્થિક મોરચા ચુકવવી પડી કિંમત, પરંતુ દેશવાસીઓનો જિંદગી જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના નામે સંબોધનમાં લૉકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. હવે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગૂ રહેશે. તેવામાં લોકોને ઘરતી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના મહાસંકટને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે. હવે દેશમાં 3 મે સુધી લૉકડાઉન રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 મે સુધી લોકોએ લૉકડાઉનનું પાલન કરવાનું રહેશે અને શિષ્તમાં રહેવું પડશે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે આર્થિક મોરચા પર પડકાર મળ્યો છે, પરંતુ દેશના લોકોનો જીવ વધુ કિંમતી છે. મહત્વનું છે કે લૉકડાઉનને કારણે દેશમાં આર્થિક ગતિવિધિ ઠપ્પ પડી છે, તેની સૌથી વધુ અસર મજૂરો પર પડી છે.
રાષ્ટ્રના નામે સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લૉકડાઉનનો મોટો લાભ દેશને મળ્યો છે, જો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખુબ મોટી કિંમત ચુકવવી પડી રહી છે. પરંતુ લોકોની જિંદગીની આગળ તેની તુલના ન થઈ શકે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે વિશ્વમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિ તમે બધા જાણો છો, અન્ય દેશોના મુકાબલે ભારતે કઈ રીતે સંક્રમણને રોકવાનો પ્રયાસ કર્યો, તેના તમે સહભાગી સાક્ષી રહ્યાં છો. જ્યારે દેશમાં કોરોના વાયરસનો એકપણ કેસ નહતો, તે પહેલા જ કોરોના પ્રભાવિત દેશોથી આવી રહેલા લોકોનું સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
ભારતમાં 3 મે સુધી યથાવત રહેશે લૉકડાઉન, નિયમો બનશે વધુ કડકઃ વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને કારણે દેશને આર્થિક મોરચા પર મોટો ફટકો પડ્યો છે. જેનું સૌથી વધુ પરિણામ મજૂરો, કિસાનો અને ઉદ્યોગોએ ઉઠાવવું પડ્યું છે. પાછલા ઘણા દિવસોથી ઘણા સેક્ટર તરફથી અપીલ કરવામાં આવી હતી કે આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવે, પરંતુ સરકારે તમામ સ્તર પર લૉકડાઉન ખોલવાનું યોગ્ય માન્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર