બેંગલુરૂઃ લૉકડાઉનનો ભંગ, શાહી અંદાજમાં થયા પૂર્વ CM કુમારસ્વામીના પુત્રના લગ્ન
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલે શુક્રવારે બેંગલુરૂમાં લગ્ન કર્યાં છે. કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં આ સમયે લૉકડાઉન લાગૂ છે, તેમ છતાં શાહી અંદાજમાં આ લગ્ન થયા છે.
બેંગલુરૂઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં આ સમયે લૉકડાઉન લાગૂ છે. લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ છે. કોઈ મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું નથી. પરંતુ આ પ્રતિબંધ છતાં શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન થયા છે. બેંગલુરૂના રામનગરમાં ભવ્ય રીતે નિખિલના લગ્ન થયા, જ્યાં મીડિયાને આવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
લગ્નને લઈને ઘણા પ્રકારના સવાલ પણ ઊભા થઈ રહ્યાં છે, કારણ કે એક તરફ જ્યાં દેશભરમાં લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. તો બીજીતરફ આ પ્રકારની વીવીઆઈપી ટ્રીટમેન્ટ જોવા મળી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube