નવી દિલ્હીઃ કોરોના મહામારીને માત આપવા  માટે ભારત સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં દેશમાં વધતી કોરોના વાયરસના કેસની સંખ્યા ચિંતા વધારી રહી છે. આજે એકવાર ફરી સ્વાસ્થ્યના મુદ્દા પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક યોજાશે. આ બેઠકની આગેવાની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં કોરોના વાયરસ અને લૉકડાઉનને લઈને ચર્ચા થશે અને આગળની રણનીતિ વિશે વાત થશે. સ્વાસ્થ્ય મંત્રી સિવાય આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, હરદીપ પુરી, મનસુખ માંડવિયા, નિત્યાનંદ રાય પણ સામેલ થશે. 


ખાસ વાત તે છે કે આ વખતે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત પણ ભાગ લેશે. તેવામાં લૉકડાઉન દરમિયાન દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. 


લૉકડાઉન 2માં સરકારી આપી છે રાહત
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી હતી, હવે દેશમાં 3 મે સુધી લૉકડાઉન રહેશે. પરંતુ આ વખતે સરકાર તરફથી શરતોની સાથે કેટલિક છૂટ આપવાની વાત કહેવામાં આવી છે. 


કોરોના વાયરસના એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ માટે 67 ફર્મને મળી મંજૂરી 


ગૃહ મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઇન પ્રમાણે, જે જિલ્લામાં 20 એપ્રિલ સુધી લૉકડાઉનનું કડક પાલન કરવામાં આવશે અને કોઈપણ નવો કેસ સામે નહીં આવે, ત્યાં 20 એપ્રિલ બાદ કેટલિક છૂટછાટ મળી શકે છે. આ છૂટ ખેડૂતો અને મજૂરોને ધ્યાનમાં રાખતા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવશે. 


દેશમાં સતત વધી રહ્યાં છે કોરોનાના આંકડા
એક તરફ લૉકડાઉન 2.0 જારી છે અને દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. શુક્રવારે સવાર સુધી સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાના કુલ 12759 કેસ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 420 લોકોના મૃત્યુ થયા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV