નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના કહેર રોકાવવાનું નામ નથી લઇ રહ્યો. દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે અનલોક-2 (Unlock-2)ની સમયમર્યાદા 31 જુલાઇના રોજ પુર્ણ થવા જઇ રહી છે અને અનલોક-3 (Unlock-3)ની શરૂઆત થશે. અનલોક-3ની સાથે જ્યાં લોકો માટે સુવિધાઓમાં વધારો થશે. ત્યાં કોરોનાના પ્રસારને લઇને પણ ભય જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલોક-3માં સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સિનેમા હોલ, જિમ, શોપિંગ મોલને ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સિનેમા હોલ ખોલવા માટે સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- હવે ચંબલમાં ડાકુઓની જગ્યાએ મળશે ખેડૂત, મોદી સરકાર તૈયાર કરી આ યોજના


અનલોક-3 માટે જનતા ઘણી વ્યાકુળ છે. લોકોના દિમાગમાં સરકાર દ્વારા કઇ-કઇ વસ્તુઓમાં છૂટ આપવામાં આવશે તે વિચાર ચાલી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો હજુ સુધી સ્કૂલો ખોલવાનો વિચાર કરવામાં આવ્યો નથી. ત્યારે સિનેમા હોલને ખોલવાની છૂટ મળી શકે છે.


સિનેમા હોલ માલિકો અને સૂચના પ્રસારણ મંત્રાલયની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રાલયે સિનેમા હોલના માલિકોની સામે પ્રસ્તાવ રાખ્યો છે કે, તેઓ 25થી 50 ટકા દર્શકોની સાથે મલ્ટીપ્લેક્સ, સિંગલ વિન્ડો સિનેમાઘર ખોલી શકે છે.


આ પણ વાંચો:- Good News: માત્ર 39 રૂપિયામાં મળશે કોરોનાની ટેબલેટ, જાણો કંઇ કંપનીએ તૈયાર કરી આ દવા


અનલોક-3માં જિમ અને શોપિંગ મોલ ખુલી શકે છે પરંતુ મેટ્રો અને સ્કૂલ ખોલવા પર પ્રતિંબધ રહશે.


તમને જણાવી કઇએ કે, કોરોના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 13 લાખ 25 હજાર 522 કેસ સામે આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube