Good News: માત્ર 39 રૂપિયામાં મળશે કોરોનાની ટેબલેટ, જાણો કંઇ કંપનીએ તૈયાર કરી આ દવા
દુનિયાભરમાં કોરોના (COVID19) મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસ (Virus)ની કોઇ વેક્સીન પણ નથી. મહામારીને લઇને ભારતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે કે, આપણા દેશમાં હવે કોરોનાની એક દવા લોન્ચ થઇ છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના (COVID19) મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસ (Virus)ની કોઇ વેક્સીન પણ નથી. મહામારીને લઇને ભારતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે કે, આપણા દેશમાં હવે કોરોનાની એક દવા લોન્ચ થઇ છે. જી હાં, દવા કંપની જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ (Jenburkt Pharmaceuticals)એ તાજેતરમાં જ કોરોના મહામારીની દવાને લોન્ચ કરી છે. આ દવાનું નામ ફેવીવેન્ટ (Favivent) છે. જે ફેવીપિરાવીર (Favipiravir)ના નામથી બજારમાં મળશે. સારી વાત એ છે કે, આ દવાની પ્રાઇઝ પણ ઓછી છે. ફેવીવેન્ટની કિંમત માત્ર 39 રૂપિયા પ્રતિ ટેબલેટ છે.
જાણકારી માટે તમને જણાવી દઇએ કે, આ દવા કોરોનાના હળવા લક્ષણના દર્દીઓની સારવાર માટે અસરકારક સાબિત થઇ શકે છે. દવા લોન્ચ કરનાર ફર્મે જણાવ્યું કે, ફેવીવેન્ટ 200 મીલીગ્રામની ટેબલેટમાં આવશે. તેના એક પત્તામાં 10 ગોળીઓ હશે. આ દવા તેલંગાણા રાજ્યના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં બનાવવામાં આવી રહી છે. 23 જુલાઇએ ફાર્મા કંપની બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સ (Brinton Pharmaceuticals)એ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ફેવીટોન (Faviton) બ્રાન્ડ નામની ફેવિપિરવિર ડ્રગની કિંમત પ્રતિ ટેબ્લેટ 59 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
તાજેતરમાં, ફાર્મા પ્રમુખ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark Pharmaceuticals)એ ફબીફ્લૂ (FabiFlu) નામથી 75 રૂપિયા પ્રતિ ટેબલેટ પર આ દવા બજારમાં લોન્ચ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ દવા કોવિડ-19 ના દર્દીઓને કેવી અસર કરે છે. ભારતમાં કોવિડ-19 દવાઓની કિંમત સૌથી ઓછી છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 13 લાખ કરતા વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. 32 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 5 લાખ જેટલા કોવિડ-19 પોઝિટિવ છે. હવે દર 24 કલાકમાં 48થી 50 હજાર જેટલા કોરોનાના નવા કેસ આવે છે. ભારત કોરોના કેસમાં વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ પછી ભારત ત્રીજા નંબરે છે. પહેલાં કોરોના ફક્ત શહેરોમાં મર્યાદિત હતો, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોના લોકો આ સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે