મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર જીવલેણ હુમલો કરનારાઓને પોલીસે દબોચ્યા, NSA હેઠળ થશે કાર્યવાહી
મુખ્યમંત્રી યોગી કોરોના ફાઈટર્સ પર થયેલા હુમલાને લઈને ખુબ ગુસ્સામાં છે. તેમણે ગુનેહગારો સામે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે અને નુકસાનની ભરપાઈ પણ તેમની પાસેથી જ કરવા જણાવ્યું છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના તપાસ માટે ગયેલી મેડિકલ ટીમ પર થયેલા ઘાતક હુમલા મામલે 17 લોકોની ધરપકડ થઈ છે. આ મામલે એફઆઈઆર પણ દાખલ થઈ છે. પોલીસનું કહેવું છે કે ડ્રોન કેમેરાની મદદથી પકડાયેલા લોકોની ઓળખ કરાઈ હતી. ઘટનાસ્થળ પાસે મહિલાઓ અને પુરુષો ધાબેથી પથ્થરમારો કરતા જોવા મળ્યા હતાં.
યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાક્રમ પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે. સીએમ યોગીએ આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) લગાવવાના આદેશ આપ્યા છે. સીએમના આદેશ મુજબ નુકસાનની ભરપાઈ પણ આરોપીઓ પાસેથી કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube