લુધિયાણા: કોરોના વાયરસ (Coronavirus)એ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. આ દરમિયાન પંજાબના લુધિયાણાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોના વાયરસના સંક્રમણના લીધે મોત નિપજ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત ACP અનિલ કોહલીનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની સ્થિતિ ઘણા દિવસોથી ગંભીર હતી અને તે વેંટિલેટર પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના લીધે પંજાબ સરકારે ગઇકાલે પ્લાઝ્મા થેરેપી દ્વારા તેમની સારવાર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તે પહેલાં જ ACP અનિલ કોહલીએ દમ તોડી દીધો. તમને જણાવી દઇએ કે ACPની પત્ની તેના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મી અને જિલ્લા મંડી અધિકારી પણ કોરોનાથી સંક્રમિત છે. પંજાબમાં કોરોનાના લીધે અત્યાર સુધી 14 લોકોના મોત નિપજ્યા છે. 


ACP ના નિધન પર પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે દુખ વ્યક્ત કર્યું છે. અમરિંદરએ કહ્યું કે આ જાણીને દુખ થયું કે અમને કોરોના લીધે ગઇકાલથી ગુરૂમેલ સિંહ કનુંગોને અને આજે એસીપી અનિલ કોહલીને લુધિયાણામાં ગુમાવી દીધા. આ સમસ્યા દરમિયાન કોરોના ફાઇટર્સ ગુમાવવાની રાજ્યને મોટી ક્ષતિ છે. આ દુખની ઘડીમાં તેમના પરિવારોની સાથે હુ વધુ આશ્વસ્ત છું કે પંજાબ તેમની સાથે છે. 


ACP અનિલ કોહલીના મોત પર શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પણ દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે ACP એ પંજાબ પોલીસમાં લગભગ 30 વર્ષ સુધી સેવઓ આપી. સુખબીર સિંહ બાદલે ACP અનિલ કોહલીની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના અને કહ્યું કે આ મુશ્કિલ સમયમાં તે તેમના પરિવાર સાથે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર