નવી દિલ્હી: દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus) ના 38 કરોડથી વધુ સેમ્પલના ટેસ્ટ થઇ ચૂક્યા છે, પરંતુ તેમાંથી ફક્ત 28 હજારની જીનોમ સીક્વેંસિંગ (Genome Sequencing) અત્યાર સુધી થઇ શકી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના 120 થી વધુ મ્યૂટેશન (Mutation) અત્યાર સુધી ભારતમાં મળી ચૂક્યા છે. તેમાંથી 8 સૌથી વધુ ખતરનાક છે. જોકે વૈજ્ઞાનિકો અત્યાર સુધી 14 મ્યૂટેશનની તપાસમાં લાગેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં 28 લેબમાં થઇ રહી છે સીક્વેંસિંગ
તમને જણાવી દઇએ કે સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ જે ખતરનાક વેરિએન્ટના નામ બતાવ્યા છે. તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઇટા અને લોટા છે. આ બધા વેરિન્ટ દેશમાં મળી ચૂક્યા છે. આ વેરિએન્ટમાં કોઇના કેસ વધુ છે તો કોઇના ઓછા છે. દેશભરની 28 લેબમાં તેમની સીક્વેંસિંગ ચાલી રહી છે. વેરિએન્ટના પ્રારંભિક રિપોર્ટના પરિણામ ખૂબ ચોંકાવનારા છે. સૂત્રોના અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિએન્ટ પણ છે. ગત 60 થી 76 ટકા સેમ્પલમાં તેમની પુષ્ટિ થઇ ચૂકી છે. 

Corona ની બીજી લહેર પુરી થઇ નથી અને ત્રીજી લહેરની તૈયારી, October સુધી દેશમાં એન્ટ્રી કરી શકે છે Third Wave


કેમ જરૂરી છે જીનોમ સીક્વેંસિંગ?
જાણી લો કે જીનોમ સીક્વેસિંગની મદદથી જ વૈજ્ઞાનિક કોરોના વાયરસમાં થનાર ફેરફારને સમજી શકે છે. દરેક રાજ્યમાં 5 ટકા સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ થવું જરૂરી છે, પરંતુ અત્યારે એ પણ 3 ટકા થઇ રહ્યું નથી. 


એંડીબોડી પર હુમલો કરે છે મ્યૂટેશન
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી 28 હજાર 43 હજાર્ના જીનોમ સીક્વેંસિંગ કરવામાં આવ્યું છે. જેમાં ડેલ્ટા પ્લસ અને કાપાના ગંભીર મ્યૂટેશન મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા મ્યૂટેશનને સૌથી ખતરનાક ગણવામાં આવે છે. આ મ્યૂટેશન ઝડપથી ફેલાય છે અને લોકોમાં એંટીબોડી (Antibody) પર હુમલો કરે છે. કોરોના વાયરસના મ્યૂટેશન પર વૈજ્ઞાનિકોની સ્ટડી ચાલુ છે.  

મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન


તમને જણાવી દઇએ કે ગત 60 દિવસમા6 76 ટકા સેમ્પલ ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યા છે. તો બીજી તરફ આઠ ટકા સેમ્પલમાં કાપા વેરિન્ટ મલ્યો છે. કોરોના વારંવાર ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે. આ ઉપરાંત 5 ટકા સેમ્પલમાં આલ્ફા વેરિએન્ટ પણ મળી આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube