Coronavirus ના નવા વેરિએન્ટથી ભારતને કેટલું જોખમ? આ 3 લક્ષણો દેખાય કે થઈ જાઓ અલર્ટ, તરત કરો આ કામ
How dangerous Omicrone BF.7: ચીનમાં ઓમિક્રોનનો સબવેરિએન્ટ બીએફ.7 (Omicron Sub-variant BF.7) કહેર વર્તાવી રહ્યો છે અને ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનની રાજધાની બેઈજિંગમાં 70 ટકા લોકો આ વેરિએન્ટની ઝપેટમાં આવી ચૂક્યા છે અને ધીરે ધીરે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને અંતિમ સંસ્કાર માટે પણ લાંબી વાટ જોવી પડે છે. ત્યારબાદ ભારત સહિત અનેક દેશો અલર્ટ મોડમાં આવી ગયા છે.
How dangerous Omicrone BF.7: ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, અને અમેરિકામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટે ભારતની ચિંતા વધારી છે અને તેને લઈને સરકાર અલર્ટ મોડ પર આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં કોવિડ-19ના નવા વેરિએન્ટનું સંક્રમણ વધતું રોકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવાના આદેશ આપ્યા છે. આ સાથે જ આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક સમીક્ષા બેઠક કરશે અને કોરોના સંક્રમણ પર ચર્ચા કરશે.
ચીનમાં કોવિડ-19 બીએફ.7 વેરિએન્ટે કહેર મચાવ્યો
ચીનમાં ઓમિક્રોનનો સબવેરિએન્ટ બીએફ.7 (Omicron Sub-variant BF.7) કહેર વર્તાવી રહ્યો છે અને ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનની રાજધાની બેઈજિંગમાં 70 ટકા લોકો આ વેરિએન્ટની ઝપેટમાં આવી ચૂક્યા છે અને ધીરે ધીરે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને અંતિમ સંસ્કાર માટે પણ લાંબી વાટ જોવી પડે છે. ત્યારબાદ ભારત સહિત અનેક દેશો અલર્ટ મોડમાં આવી ગયા છે અને ડર સતાવી રહ્યો છે કે ચીન બાદ કોરોના વાયરસ એકવાર ફરીથી સમગ્ર દુનિયામાં કહેર મચાવી શકે છે.
કેટલો ખતરનાક છે આ ઓમિક્રોનનો સબ વેરિએન્ટ
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ અને તેના અનેક સબ વેરિએન્ટે દુનિયાભરમાં કહેર મચાવેલો છે અને હવે ઓમિક્રોનનો નવો સબવેરિએન્ટ બીએફ.7(BF.7) ચીનમાં લોકોને ઝડપથી ઝપેટમાં લઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે બીએફ.7નો સંક્રમણ દર ઓમિક્રોનના અન્ય વેરિએન્ટ્સ કરતા ઘણો વધુ છે. બીએફ.7થી સંક્રમિત થયા બાદ લક્ષણો દેખાવવાનો સમય એટલે કે ઈનક્યુબેશન પીરિયડ ઓછો છે. તે રસી લઈ ચૂકેલા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત જૂના વેરિએન્ટથી સંક્રમણ બાદ પેદા થયેલી ઈમ્યુનિટીને પણ સરળતાથી તોડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બીએફ.7 થી સંક્રમિત એક દર્દી 10થી 18 લોકોને સંક્રમિત કરી શકે છે.
ભારત માટે કેટલો જોખમી?
કોવિડ-19નો આ નવો વેરિએન્ટ બીએફ.7 (Covid-19 New Variant BF.7) ભારત માટે કેટલો જોખમી છે તે અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે જોખમ વધુ નથી, પરંતુ આમ છતાં અલર્ટ રહેવાની જરૂર છે. એન્ટી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડો. એન કે અરોડાએ જણાવ્યું કે ચીનની સ્થિતિથી ભારતે ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે અહીં સ્થિતિ એવી ઊભી નહીં થાય. જો કે આ સાથે તેમણે કહ્યું કે અલર્ટ રહેવાની જરૂર છે. ભારતમાં મોટા પાયે રસીકરણ થઈ ચૂક્યું છે અને તેને કારણે મોટાભાગના લોકોની અંદર સંક્રમણ સામે લડવા માટે ઈમ્યુનિટી છે.
આ 3 લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જાઓ
ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ બીએફ.7 ભલે ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે પરંતુ તે વધુ ખતરનાક નથી અને તેના લક્ષણો પણ ઓમિક્રોનના જૂના વેરિએન્ટ જેવા જ છે. આ વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ દર્દીના ગળામાં ગંભીર સંક્રમણ, શરીરમા દુ:ખાવો, સામાન્ય કે વધુ તાવ જેવા લક્ષણો સામે આવી રહ્યા છે.
બચવા માટે તરત કરો આ કામ
બદલાતી ઋતુના કારણે અનેક લોકો શરદી-ઉધરસની ઝપેટમાં આવી રહ્યા છે પરંતુ જો તમને 3 દિવસથી વધુ તાવ હોય અને બીએફ.7ના લક્ષણો જોવા મળતા હોય તો તરત કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. આ ઉપરાંત જે લોકો પહેલેથી જ કોઈ બીમારીથી પીડિત હોય તો તેમણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આ ઉપરાંત બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ પણ સાવધાન રહેવું જોઈએ.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube