નવી દિલ્હીઃ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે ગૃહ મંત્રી અમિત શાહે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સામેલ થયા હતા. આ દરમિયાન કોરોના સંક્રમણને કાબુમાં કરવા પર ચર્ચા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા પણ કેન્દ્ર સરકારે કરી હતી દિલ્હી સરકારની મદદ
આ પહેલા જ્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધશે ત્યારે પણ અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી અને દિલ્હી સરકારની અપીલ પર કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓ માટે ટ્રેનોમાં બેડની વ્યવસ્થા કરી હતી. આ સિવાય કેટલાક સ્થળો પર અસ્થાઈ હોસ્પિટલો બનાવવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે એલજી અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી રહી છે. 


બિહારઃ સુશીલ મોદી રેસમાંથી બહાર, એક નહીં 2-2 ડેપ્યુટી સીએમ હશેઃ સૂત્ર

છેલ્લા 24 કલાકમાં 7340 કેસ સામે આવ્યા
મહત્વનું છે કે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7340 કેસ સામે આવ્યા છે. જ્યારે 96 લોકોના મૃત્યુ થયા હતા. મૃત્યુઆંકની સંખ્યા વધવાનું કારણ વાયુ પ્રદૂષણ માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં દિલ્હી સરકારે છેલ્લા થોડા દિવસથી કોરોનાના ટેસ્ટમાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 49645 ટેસ્ટ છયા, જેમાં 19635 આરટી-પીસીઆર અને 30010 રેપિટ એન્ટીજન ટેસ્ટ સામેલ છે. દિલ્હીમાં શનિવારે મૃત્યુઆંક વધીને 7519 થઈ ગયો છે. શનિવારે સક્રિય કેસની સંખ્યા 44,456 થઈ ગઈ હતી. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર કુલ કેસની સંખ્યા 4,82,170 સુધી પહોંચી ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube