Coronavirus: જનતા કર્ફ્યુ દરમિયાન એક પણ ટ્રેનનું સંચાલન નહી થાય
સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કારણે ફેલાનારા ખતરાને જોતા યાત્રીઓને ખુબ જ ઓછા પ્રમાણનાં કારણે ઉત્તર રેલવેએ 90 પેયર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. દિલ્હી, મુંબઇ કોલકાતા અને ચેન્નાઇમાં સિટીની આસપાસ ચાલતી ટ્રેનોની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે. રવિવારનાં દિવસે કોઇ પણ ગાડી ક્યાંયથી ઉપડશે નહી. તેમાં મેલ એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનનો સમાવેશ થાય છે. આ નિયમ 21 માર્ચની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. રેલવેએ કહ્યું કે, સમગ્ર દેશમાં ટ્રેનોને સંપુર્ણ રીતે બંધ નહી થાય પરંતુ તેની ફ્રિકવન્સી ખુબ ઓછી હશે.
નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કારણે ફેલાનારા ખતરાને જોતા યાત્રીઓને ખુબ જ ઓછા પ્રમાણનાં કારણે ઉત્તર રેલવેએ 90 પેયર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. દિલ્હી, મુંબઇ કોલકાતા અને ચેન્નાઇમાં સિટીની આસપાસ ચાલતી ટ્રેનોની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે. રવિવારનાં દિવસે કોઇ પણ ગાડી ક્યાંયથી ઉપડશે નહી. તેમાં મેલ એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનનો સમાવેશ થાય છે. આ નિયમ 21 માર્ચની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. રેલવેએ કહ્યું કે, સમગ્ર દેશમાં ટ્રેનોને સંપુર્ણ રીતે બંધ નહી થાય પરંતુ તેની ફ્રિકવન્સી ખુબ ઓછી હશે.
આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
સમગ્ર દેશમાં દરરોજ 13 હજાર થી વધારે પેસન્જર ગાડીઓ રેલવે ટ્રેક પર દોડે છે. જો કે 22 તારીખે સંડેનાં દિવસે તે જ ટ્રેનનું સંચાલન થશે તે જે 21 માર્ચની રાત્રે 12 વાગ્યા પહેલા ઉપડી ચુકી હશે. જો કે રેલવે બોર્ડની તરફથી તમામ જીએમને પોતાનાં તરફથી તકેદારીના પગલા ભરવા માટેના આદેશ આપ્યા છે. અનેક ટ્રેનમાં ભોજન અને પીણા બંધ રાખવાનાં આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટેશન પર ફૂટ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ, જન આહાર આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.
કોરોના LIVE: યુપી સરકાર 3 મોટા શહેરોને કરશે સેનિટાઇઝ, સરકારની અનેક જાહેરાત
આજે સાંજે 4 વાગ્યે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થય મંત્રાલય તરપતી કહેવામાં આવ્યું હતું કે, મેટ્રો અને રેલ સેવાઓને પગલા ઉઠાવવા માટે જણાવવામાં આવ્યું છે, જેના કારણે જે પેસેન્જર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરી શકાય. રેલવે અનુસાર છેલ્લા 1 અઠવાડીયાથી ટ્રેનોનાં બુકિંગમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે 60 ટકા જેટલું ઘટી ચુક્યું છે. ગત્ત અઠવાડીયાથી જ સતત યાત્રીઓને ઘટાડવામાં આવી રહ્યા છે. મોટા ભાગની ગાડીઓ રદ્દ કરવામાં આવી રહી છે. મોટા ભાગનાં પેસેન્જર યાત્રા ન કરે. સમગ્ર દેશમાં કુલ 13 હજાર પેસેન્જર ગાડીઓ ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube