નવી દિલ્હીઃ તો શું હવે દેશમાં કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝને લઈને મંથન કરી રહી છે. દક્ષિણ આફ્રિકા બાદ ઘણા દેશોમાં મળેલા ઓમિક્રોન વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. આ કારણે કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિએન્ટને જોતા સરકાર વેક્સીનના બૂસ્ટર ડોઝની જાહેરાત કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નિષ્ણાંતોનું એક ગ્રુપ વેક્સીનના ત્રીજા ડોઝને લઈને પોલિસી બનાવવા પર કામ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બધા લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે? શું સ્વસ્થ લોકોને પણ બૂસ્ટર ડોઝની જરૂર છે? જો બૂસ્ટર ડોઝ આપવો પડે તો તેને લઈને શું રણનીતિ હશે? નિષ્ણાંતોની ટીમ પોતાની નીતિઓમાં આ તમામ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે. પ્રથમવાર દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરે આ વિરેએન્ટનો ખુલાસો કર્યો હતો. તો 26 નવેમ્બર સુધી આ વેરિએન્ટ 5 દેશોમાં ફેલાય ચુક્યો છે. 


હવે 28 નવેમ્બર સુધી ઓમિક્રોન બ્રિટેન, ઓસ્ટ્રેલિયા સહિત 11 દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે ઓમિક્રોન વેરિએન્ટ આ દેશો સિવાય અન્ય દેશોમાં પણ ફેલાય ચુક્યો છે અને તેના કેસ ધીમે-ધીમે સામે આવશે. એટલે કે ઓમિક્રોનનો કહેર જલદી અન્ય દેશોમાં જોવા મળી શકે છે. ભારતમાં પણ તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ UPTET પેપર લીક: એક્શનમાં યોગી સરકાર, સચિવ પરીક્ષા નિયામક સસ્પેન્ડ


હામિશ મૈક્કલમ, ડાયરેક્ટર, સેન્ટર ફોર પ્લેનેટરી હેલ્થ એન્ડ ફૂડ સિક્યોરિટી, ગ્રિફિથ યુનિવર્સિટી, સાઉથ ઈસ્ટ ક્વીસલેન્ડ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ કે, ઓમિક્રોન વેરિએન્ટને સમજવાના મામલામાં આ શરૂઆતી દિવસો છે. આફ્રિકામાં મળેલા શરૂઆતી સંકેત જણાવે છે કે આ વિશેષ રૂપથી ગંભીર બીમારીનું કારણ બનતો નથી. આ તકે તે સ્પષ્ટ નથી કે તેમાં ડેલ્ટા જેવા અન્ય સાર્સ-કોવ-2 ઉપભેદોની તુલનામાં રસીથી બચવાની કોઈ મોટી ક્ષમતા છે કે નહીં. 


એકવાર લોકોમાં સ્થાપિત થયા બાદ વાયરસનું ઓછુ પ્રભાવી (અર્થાત ઓછી ગંભીર બીમારીનું કારણ) ખુબ સામાન્ય વાત છે. માયક્સોમૈટોસિસ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, જે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં સામે આવવા પર 99 ટકા સસલાને મારી નાખ્યા હતા, પરંતુ હવે તેનો પ્રભાવ ઓછો થઈ ગયો છે અને તે ખુબ ઓછા મૃત્યુદરનું કારણ બને છે. કેટલાક નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે કે કોવિડ પણ ઓછો ગંભીર થઈ જશે કારણ કે આ બીમારી એક સ્થાનિક સ્તર પર સંક્રમણ કરે છે- કોઈ ખાસ સ્થાન પર સંક્રમણની અનુમાનિત પેટર્નમાં વસી જાય છે. તે સંભવ છે કે ઓમિક્રોન વેરિએન્ટ આ પ્રક્રિયામાં પ્રથમ પગલું હોય. 


નિષ્ણાતો પહેલાથી જ કહેતા આવ્યા છે કે વધારાના ડોઝ એવા લોકોને આપવામાં આવે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જ્યારે સ્વસ્થ લોકોને બૂસ્ટર શોટ આપવા કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નથી, પરંતુ કોરોનાના આ નવા પ્રકારના ઉદભવ પછી, બૂસ્ટર ડોઝની ચર્ચા ફરી વધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube