UPTET પેપર લીક: એક્શનમાં યોગી સરકાર, સચિવ પરીક્ષા નિયામક સસ્પેન્ડ
સચિવ પરીક્ષા નિયામકને શાંતિપૂર્ણ, ગેરરીતિ રહિત યૂપી-ટીઈટીનું આયોજન ન કરવા માટે પ્રથમ દ્રષ્ટિએ દોષિ માનવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બરે પેપર લીક થવાને કારણે શિક્ષક પાત્રતા પરીક્ષા રદ્દ કરવી પડી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (યૂપી-ટીઈટી) પેપર લીક પ્રકરણની ગાજ સચિવ પરીક્ષા નિયામક અધિકારી સંજય કુમાર ઉપાધ્યાય પર પડી છે. તંત્રએ તેને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, તેઓ મૂળભૂત શિક્ષણ નિયામક, લખનૌના કાર્યાલય સાથે જોડાયેલા રહેશે. 28 નવેમ્બરે પેપર લીક થતાં જ સીએમ યોગીએ આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. યુપી સરકાર એક મહિનામાં યુપી TET પરીક્ષાનું આયોજન કરશે.
સચિવ પરીક્ષા નિયામકને શાંતિપૂર્ણ, ગેરરીતિ રહિત યૂપી-ટીઈટીનું આયોજન ન કરવા માટે પ્રથમ દ્રષ્ટિએ દોષિ માનવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બરે પેપર લીક થવાને કારણે શિક્ષક પાત્રતા પરીક્ષા રદ્દ કરવી પડી હતી. તેનાથી સરકારની બદનામી થઈ હતી. પરીક્ષામાં 21 લાખથી વધુ ઉમેદવારો સામેલ થવાના હતા.
આ પણ વાંચો- પંજાબના મોહાલીમાં બેકાબૂ કારની અડફેટે ચાર લોકોના મોત, બે લોકો 25 ફુટ દૂર ફંગોળાયા, જુઓ CCTV
પ્રથમ પાળીમાં પ્રાથમિક કક્ષાની પરીક્ષા રાજ્યભરના 2554 કેન્દ્રો પર સવારે 10.30 થી 12.30 દરમિયાન અને ઉચ્ચ પ્રાથમિક કક્ષાની પરીક્ષા બીજી પાળીમાં 1754 કેન્દ્રો પર બપોરે 2:30 થી 5.30 દરમિયાન યોજાવાની હતી. TET પ્રાથમિક સ્તરની પરીક્ષા માટે 13.52 લાખ ઉમેદવારોએ અને TET ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષા માટે 8.93 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
આ પહેલા 2019માં આયોજીત થયેલી યૂપીટેટમાં 16 લાખ અને 2018માં આયોજીત થયેલી ટીઈટી પરીક્ષામાં આશરે 11 લાખ ઉમેદવાર હતા. ટીઈટી પરીક્ષામાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરંતુ પેપર લીક થવાને કારણે ટીઈટી પરીક્ષાને સ્થગિત કરવી પડી હતી. પેપર લીક કાંડમાં અત્યાર સુધી 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ રાસુકા અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે