નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે અને સાથે વધી રહી છે મરનારાઓની સંખ્યા. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અને ટેસ્ટિંગ માટે નહી પરંતુ કોરોનાથી મરનાર લોકોના પરિજનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ તે હારેલા લોકો છે જે લાશો લેવા માટે ફક્ત લાઇનમાં લાગેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાંથી ઘણા લોકો 3 દિવસથી રોજ લાઇનમાં લાગી રહ્યા છે પોતાન પરિવારના વ્યક્તિની લાશ તેમને મળી શકે. દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજની મોર્ચરી આ બતાવવા માટે પુરતી છે. કોરોના વાયરસ બોમ્બની માફક દિલ્હીમાં ફૂટ્યો છે. 


કોઇએ પ્રાઇવેટ હોસ્પિટલમાં ધક્કો ખાવામાં સમય ગુમાવ્યો છે તો કોઇએ સરકારી હોસ્પિટલોમાં અવ્યવસ્થા આગળ ઘૂંટણ ટેકી દીધા છે. પરંતુ ટીસ એક જ છે કે તમામ પ્રયત્નો છતાં પોતાના પરિવારના વ્યક્તિને બચાવી ન શક્યા. કારણ કે હોસ્પિટલોમાં જીવન દેનાર સિસ્ટમ ફેલ થઇ ચૂકી છે. કારણ કે પહેલાંથી બેમોત મરી ચૂકી છે. 


લાઇનમાં લાગેલો દરેક વ્યક્તિ પોતાના કોઇને કોઇ પરિજનને ગુમાવી ચૂક્યો છે. કોઇ પોતાની માતાની લાશ લેવા માટે વેટિંગ લાઇનમાં ઉભા છે. તો કોઇ પત્નીને ગુમાવી ચૂક્યા છે. આ લોકો કંઇક કહેવા સાંભળવાની સ્થિતિમાં નથી. બસ રાહ જોઇ રહ્યા છે કે પાર્થિવ શરીર લઇ જવા માટે નંબર ક્યારે આવશે. 


બીજી તરફ કોરોનાથી થઇ રહેલા મોતને આગળ હોસ્પિટલ વહિવટીતંત્ર અસહાય થઇ ચૂક્યું છે. મોર્ચરીમાં એક ઉપર એક લાશ રાખવે મજબૂરી બની ચૂક્યા છે. ભરાઇ જઇ જઇ રહેલા સ્મશાન ઘાટ વચ્ચે પરિવારવાળાને રાહ જોવા સિવાય હવે વહિવટીતંત્ર પાસે બીજો રસ્તો નથી. 


થાકી ચૂકેલા અને લાચાર લોકો દિલ્હી સરકાર અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને પોતાનો ગુસ્સો નિકાળી રહ્યા છે. પરંતુ પરેશાની એ છે કે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. પહેલાંથી ફેલ થઇ ચૂકેલી સિસ્ટમ સામે તમામ આગામી મહિને દિલ્હીના એવા બિમારોને સંભાળવાનો પડકાર છે. એવામાં આ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું લોકડાઉન લાગી જશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube