નવી દિલ્હીઃ કોરોના પર એક ખરાબ સમાચાર છે. શનિવારે દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 30 લાખને પાર પહોંચી ગયો છે. હવે અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 30 લાખ 38 હજાર 581 થઈ ગઈ છે. રાહતની વાત છે કે તેમાંથી 22 લાખ 74 હજાર 345 લોકો સાજા થઈ ચુક્યા છે. તો 56 હજાર 809 દર્દીઓના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ શનિવારે 7 લાખને પાર પહોંચી ગઈ છે. મતલબ કે હજુ 7 લાખ 543 દર્દીઓ દેશમાં એવા છે, જેની સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે દેશમાં રેકોર્ડ 10 લાખ 23 હજાર 836 લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. આ પ્રથમવાર છે કે, એક દિવસમાં આટલા વધુ લોકોની તપાસ થઈ છે. કેન્દ્ર સરકાર હવે તેને વધારીને 15 લાખ પ્રતિ દિવસ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર પ્રમાણે જેટલા વધુ લોકોની તપાસ થશે સંક્રમણને એટલું ઝડપથી ફેલાતું રોકી શકાશે. 


Gujarat Corona Update: 1212 નવા દર્દી, 980 સાજા થયા, 14 લોકોનાં મોત


ઇન્ટર અને ઇન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર પ્રતિબંધ ન લગાવે રાજ્યઃ કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે બધા રાજ્યોને પત્ર લખીને ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ અવર-જવરને શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રએ કહ્યુ કે, એક રાજ્યથી બીજા રાજ્ય અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા-જવા પર પ્રતિબંધ ન હોવો જોઈએ. જરૂરી વસ્તુ, ખાદ્ય પદાર્થની સપ્લાઈ પણ ન રોકાય તે નક્કી કરો. 


ગૃહ સચિવ અજય ભલ્લા તરફથી બધા રાજ્યોના મુખ્ય સચિવને આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યુ છે કે અનલોક 3.0 હેઠળ ઇન્ટર અને ઇન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટની છૂટ આપવામાં આવી છે. તેથી રાજ્ય સરકાર તેમાં કારણ વગર પ્રતિબંધ લગાવીને સપ્લાઈ ચેન ન રોકે. આ વચ્ચે પંજાબ સરકારમાં જેલ મંત્રી ખુસજિંદર સિંહ રંધાવા કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી કેપ્ટન અમરિંદર સિંહે આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર