કોરોના વિરૂદ્ધ અભિયાનમાં રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વાએ મદદ માટે હાથ આગળ વધાર્યો
કોરોના વાયરસનો સામનો કરવા માટે રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વા (Subhash Chandra)એ પણ સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી છે. રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વાએ હિસારના મહારાજ અગ્રસેન સિવિલ હોસ્પિટલમાં 40 લાખ રૂપિયાની મદદ પોતાની સાંસદ નિધિ યોજના (એમપીલેડ સ્કીમ)માંથી આપવાની જાહેરાત કરી છે.
હિસાર: કોરોના વાયરસનો સામનો કરવા માટે રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વા (Subhash Chandra)એ પણ સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી છે. રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વાએ હિસારના મહારાજ અગ્રસેન સિવિલ હોસ્પિટલમાં 40 લાખ રૂપિયાની મદદ પોતાની સાંસદ નિધિ યોજના (એમપીલેડ સ્કીમ)માંથી આપવાની જાહેરાત કરી છે.
તેના માટે તેમણે હિસારના એડીએસ વિવેક પદમ સિંહને પત્રમાં કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખતા આ રકમ જલદીથી જલદી સ્વાસ્થ્ય વિભાગને ઇશ્યૂ કરવામાં આવે. પત્રમાં સુભાષ ચંદ્વાએ હિસારમાં 30 લાખ રૂપિયાના ખર્ચે 4 વેંટિલેટર લગાવવા માટે રકમ આપી છે.
કોરોના વાયરસનો સામનો કરવા અને આ ઉપરાંત 10 લાખ રૂપિયા સેનિટાઇઝર, માસ્ક, એર યૂરીફાઇયર, પીપીઇ કિટ માટે આપ્યા છે. આ સાથે જ સુભાષ ચંદ્વાએ સામાન્ય જનતાને અપીલ કરતાં કહ્યું કે કોરોના વાયરસ સામે એકજૂટતાથી લડી શકાશે. કોરોના વાયરસથી બચવા માટે જાગૃતતા જરૂરી છે. તમામ લોકો લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહે. સ્વાસ્થ્ય વિભાગ સાથે-સાથે પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ સામાન્ય જનતાની મદદ માટે લાગેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર