નવી દિલ્હી: કોરોનાની સ્પીડ થમ્યા બાદ હવે એકવાર ફરીથી કેસ વધવા લાગ્યા છે. આવામાં ત્રીજી લહેરને લઈને સતત આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આરોગ્ય મંત્રાલય તરફથી આજે મહત્વની ટિપ્પણી કરાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર હજુ પૂરી થઈ નથી, તેમણે એ પણ જણાવ્યું કે R Value હવે વધી ગઈ છે. એટલે કે પહેલા એક વ્યક્તિ  0.8% ને સંક્રમિત કરતો હતો પરંતુ હવે એક વ્યક્તિ 1.2% ને ઝપેટમાં લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી લહેર હજુ ટળી નથી
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હજુ પણ 30 હજાર સુધી કેસ નોંધાઈ રહ્યા છે. જેમ જેમ દેશમાં ગતિવિધિઓ ખોલવામાં આવી રહી છે તેની સાથે જ જ્યાં કોવિડ પ્રોટોકોલનું પાલન નથી થતું ત્યાં કેસ પણ વધશે. હજુ આ લડત પૂરી થઈ નથી. ભારતમાં Covid-19 ના પ્રસારને દર્શાવતો રિપ્રોડક્ટિવ નંબર (કોઈ રોગ કેટલો ચેપી છે એટલે કે એક કેસથી સીધા ઉત્પન્ન થતા કેસની અપેક્ષિત સંખ્યા) હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, કેરળ સહિત આઠ રાજ્યોમાં 1 કરતા વધુ છે. 


Pune: 16 કરોડનું ઈન્જેક્શન પણ કામ ન આવ્યું, આખરે માસૂમ વેદિકાએ દુનિયાને કરી અલવિદા


44 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં હાલ 44 જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આવી સ્થિતિ કેરળ, મણિપુર, મિઝોરમ સહિત અન્ય રાજ્યોમાં છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે 6 રાજ્યોના 18 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 


Harmful Food Habits: રાંધેલો ખોરાક ફરીથી ગરમ કરીને જો ખાવાની આદત હોય તો સાવધાન...આ નુકસાન થઈ શકે


6 રાજ્યોના 18 જિલ્લામાં કોરોનાની સ્પીડ વધી
જે 6 રાજ્યોના 18 જિલ્લામાં કોરોનાની સ્પીડ વધી રહી છે તેમાં કેરળ, મહારાષ્ટ્ર, અને મણિપુરના નામ પણ સામેલ છે. તેમના 18 જિલ્લાઓમાંથી 47.5 ટકા કેસ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુમજબ દેશના 222 જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ ઓછા થયા છે. એક જૂનના રોજ દેશમાં 279 જિલ્લા એવા હતા જ્યાં 100થી વધુ કેસ સામે આવતા હતા. હવે એવા જિલ્લાઓની સંખ્યા ઘટીને ફક્ત 57 રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube