Pune: 16 કરોડનું ઈન્જેક્શન પણ કામ ન આવ્યું, આખરે માસૂમ વેદિકાએ દુનિયાને કરી અલવિદા
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 (SMA Type-1) સામે ઝઝૂમી રહેલી 11 મહિનાની બાળકી વેદિકા શિંદેએ આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ.
Trending Photos
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 (SMA Type-1) સામે ઝઝૂમી રહેલી 11 મહિનાની બાળકી વેદિકા શિંદેએ આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ. પુનાની આ બાળકીને દુર્લભ બીમારી હતી. તેને બચાવવા માટે તમામ કોશિશો કરાઈ હતી. 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન પણ લગાવવામાં આવ્યું હતું. પરંતુ તેને બચાવી શકાઈ નહીં.
16 કરોડનું ઈન્જેક્શન અપાયું હતું
વેદિકા જ્યારે 6 મહિનાની હતી ત્યારે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA Type-1) થયું હતું. તેના માતા પિતાએ તેને બચાવવા માટે તનતોડ મહેનત કરી હતી. તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની વ્યવસ્થા કરવા ક્રાઉડ ફંડિંગથી પૈસા ભેગા કર્યા.
દુનિયાભરથી વહ્યો હતો મદદનો ધોધ
કરોડો રૂપિયાના ઈન્જેક્શનની ખરીદીમાં મદદ કરવા માટે દુનિયાભરમાંથી લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું. જો કે ઈન્જેક્શન અપાયા છતાં તેને બચાવી શકાઈ નહીં અને એક મહિના બાદ તેનું મોત થયું.
દોઢ મહિના પહેલા અપાયું હતું ઈન્જેક્શન
વેદિકાને દોઢ મહિના પહેલા આ ઈન્જેક્શન અપાયું હતું. અમેરિકાથી આવેલા આ ઈન્જેક્શન માટે સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પણ હટાવી હતી.
અચાનક આવી મુશ્કેલી
ઈન્જેક્શન લીધા બાદ વેદિકાની હાલત સુધરવા લાગી હતી પરંતુ શ્વાસ લેવામાં અચાનક મુશ્કેલીઓ ઊભી થતા બાળકીને 1 ઓગસ્ટ રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું.
શું છે આ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી?
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) એક એવી બીમારી છે જેની સારવાર Zolgensma નામના એક ઈન્જેક્શનથી જ શક્ય છે. તેમાં પીડિત બાળક ધીરે ધીરે નબળું પડવા લાગે છે કારણ કે તે માંસપેશીઓની ગતિવિધિઓ પર પોતાનો કંટ્રોલ ગુમાવી દે છે. આ એક જેનેટિક બીમારી છે. જે જીન્સમાં ગડબડી થતા બીજી પેઢીમાં પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે