હૈદરાબાદઃ કોરોના મહામારીની બીજી લહેર  (Coronavirus Second Wave) એ દેશમાં તબાહી મચાવી છે. પ્રથમ લહેરે સૌથી વધુ વૃદ્ધોને ઝપેટમાં લીધા તો બીજી લહેરમાં નાની ઉંમરના લોકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. આંકડામાં આ વાત સામે આવી છે કે બીજી લહેરમાં મહિલાઓ વધુ સંક્રમિત થઈ રહી છે, આ ચિંતાનો વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી મહિલાઓ થઈ સંક્રમિત
હૈદરાબાદના હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે બીજી લહેરમાં કુલ સંક્રમિત મહિલાઓી ટકાવારી 38.5 ટકા છે, જે પાછલા વર્ષે જુલાઈમાં 34 ટકા હતા. જો દેશભરના આંકડાની વાત કરીએ તો મહિલાઓ 35.4 ટકા સંક્રમિત થઈ છે. તો કુલ સંક્રમિતોમાં 64.6 ટકા પુરૂષ છે. 


આ પણ વાંચોઃ Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, મુંબઈથી પણ રાહતના સમાચાર


કેમ સંક્રમિત થઈ રહી છે મહિલાઓ
સવાલ ઉઠે છે કે આ વખતે મહિલાઓ વધુ સંક્રમિત કેમ થઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓમાં સંક્રમણ વધવાનું કારણ વાયરસનું મ્ટૂટેટ થવું છે એટલે કે વાયરસના સ્વભાવમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. મહિલાઓ સિવાય ઓછી ઉંમરના લોકો પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં પણ બાળકો અને મહિલાઓ માટે ખતરો ગણાવવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ત્રીજી લહેર જરૂર આવશે. 


ક્યાં કેટલી મહિલાઓ સંક્રમિત થઈ
વાત કરીએ પાછલા વર્ષની તો સૌથી વધુ મહિલાઓ સંક્રમિત બિહારમાં થઈ. બિહારમાં 42 ટકા મહિલાઓ સંક્રમિત થઈ હતી. જ્યારે મહારાષ્ટ્રમાં 38 ટકા, કર્ણાટકમાં 36 ટકા અને તમિલનાડુમાં 32 ટકા મહિલાઓ સંક્રમિત થઈ.


આ પણ વાંચોઃ Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ  


ઓક્સિજનની કમી મહિલાઓમાં વધુ?
બ્રાઝિલમાં પણ આ વખતે વાયરસનો નવો સ્ટ્રેન મહિલાઓને વધુ સંક્રમિત કરી રહ્યો છે. ત્યાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓમાં ઓક્સિજનની કમી વધુ થઈ રહી છે પરંતુ આવુ ગર્ભવતી મહિલાઓના કેસમાં થઈ રહ્યું છે. ડિલિવરી પહેલા કે બાદમાં ઓક્સિજનની કમી થઈ રહી છે. બ્રાઝિલમાં સૌથી વધુ મોત ગર્ભવતી મહિલાઓના થઈ રહ્યાં છે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube