ભારતમાં કોરોના વાયરસઃ 3...6..29 અને હવે 175: કોવિડ-19ની ગતી અને તેના 4 તબક્કા
અત્યારે ભારત કોરોનાના બીજા તબક્કામાં છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે કેટલા તબક્કા હોય છે અને ક્યો તબક્કો સૌથી વધુ ખતરનાક હોય છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી 178 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. તેના કારણે 3 લોકોનું મોત પણ થયું છે. વિશ્વભરમાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. સદભાગ્યે ભારતે સમય રહેતા પહલાં ભરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે ભારત હજુ બીજા તબક્કામાં છે. બાકી ભારતની સ્થિતિ ઇટાલી જેવી બની શકતી હતી. મહત્વનું છે કે હવે ચીનમાં કોરોના વાયરસના ઓછા મામલા સામે આવી રહ્યાં છે, જ્યારે ઇટાલીમાં3 5 હજારથી વધુ લોકો સંક્રમિત છે અને આશરે 3 હજાર લોકોના મોત થયા છે.
દરરોજ વધી રહ્યાં છી દર્દીઓ
1 માર્ચ સુધી દેશમાં માત્ર 3 કોરોનાના મામલા સામે આવ્યા હતા, જે કેરલથી હતા. તે ત્રણેય સ્વસ્થ થઈ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસે ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું 2 માર્ચથી, જ્યારે ત્રણ નવા મામલા સામે આવ્યા હતા. તેમાંથી એક ઇટાલીથી ભારત પરત ફરેલો દિલ્હીનો વ્યક્તિ હતો, બીજો દુબઈથી ઘરે આવેલો તેલંગણાનો વ્યક્તિ હતો અને ત્રીજો એક ઇટાલીનો ટૂરિસ્ટ હતો જે રાજસ્થાનના જયપુર ફરવા ગયો હતો. 2 માર્ચે કોરોના ભારતમાં ફેલાવાનો શરૂ થયો, જે અત્યાર સુધી રોકાયો નથી. દરરોજ મામલાની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે અને અત્યાર સુધી આશરે 175 લોકો તેના સંક્રમણમાં આવી ગયા છે.
1 માર્ચ સુધી | 3 |
2 માર્ચ | 6 |
5 માર્ચ | 29 |
6 માર્ચ | 30 |
7 માર્ચ | 31 |
8 માર્ચ | 34 |
9 માર્ચ | 39 |
10 માર્ચ | 45 |
12 માર્ચ | 60 |
13 માર્ચ | 76 |
14 માર્ચ | 81 |
15 માર્ચ | 98 |
16 માર્ચ | 107 |
17 માર્ચ | 114 |
18 માર્ચ | 151 |
19 માર્ચ | 175 |
કોરોનાના કેટલા સ્ટેજ
અત્યારે ભારત કોરોનાના બીજા તબક્કામાં છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે કેટલા તબક્કા હોય છે અને ક્યો તબક્કો સૌથી વધુ ખતરનાક હોય છે. મહત્વનું છે કે કોરોના વાયરસની મહામારીના કુલ ચાર તબક્કા હોય છે.
કોરોના વાયરસ પર એક્શનમાં પીએમ મોદી, તમામ રાજ્યોના CM અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે વાત
પ્રથમ તબક્કોઃ આ તબક્કામાં સંક્રમણ માત્ર તે વ્યક્તિમાં જોવા મલે છે, જે કોઈ વાયરસ પ્રભાવિત દેશથી આવે છે. સંક્રમણના નિવારણનો આ સૌથી સારો સમય હોય છે.
બીજો તબક્કો- ભારત હાલ કોરોના સંક્રમણના બીજા તબક્કામાં છે. આ તબક્કાને લોકલ ટ્રાન્સમિશન સ્ટેજ કહે છે. તેમાં વિદેશથી પરત આવેલા વ્યક્તિના પરિજન, સંબંધીઓ કે મિત્રો સંક્રમિત થાય છે. આ તબક્કામાં તે ખ્યાલ હોય છે કે વાયરસ ક્યાંથી ફેલાઇ રહ્યો છે અને તેવામાં તેને રોકવો સરળ હોય છે.
ત્રીજો તબક્કો- તેને કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ કહેવામાં આવે છે, જેમાં તેવા લોકો પણ સંક્રમિત થવા લાગે છે, જે ન તો કોઈ વિદેશથી આવ્યા છે અને ન તો એવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય છે. આખરે તેનો ખ્યાલ આવતો નથી કે ચેપ ક્યાંથી ફેલાઇ રહ્યો છે અને તે સ્થિતિમાં તેનું નિવારણ મુશ્કેલ થાય છે. ઇટાલી અને સ્પેન જેવા દેશ આ સમયે આ સ્ટેજમાં છે.
ચોથો તબક્કોઃ કોઈપણ મહામારીનો અંતિમ તબક્કો હોય છે ચોથો તબક્કો, જેમાંથી ચીન પસાર થઈ ચુક્યું છે. આ સ્ટેજમાં કોઈપણ ઉકેલ લાવવો મુશ્કેલ હોય છે. સંક્રમણ એટલી ઝડપથી ફેલાય છે કે આકરાથી આકરા નિર્ણય પણ બેઅસર જોવા મળે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube