નવી દિલ્હી: આ સમાચાર કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતની વાત હોઈ શકે છે. છેલ્લા પાંચ મહિનાથી વૈજ્ઞાનિકો કહેતા રહ્યાં કે અનેક દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા નથી. આથી આપણે હંમેશા ડરના માહોલમાં જીવી રહ્યાં હતાં. પરંતુ હવે એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું છે કે જેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા ન મળતા હોય તેવા લક્ષણો વગરના દર્દીઓથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ ઓછું રહેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, આ 4 રાજ્યોમાં હાલાત ચિંતાજનક


WHOએ આપી જાણકારી
WHOમાં કોરોના વાયરસની ટેક્નિકલ ટીમના પ્રમુખ મારિયા વેન કેરખોવે સોમવારે રાતે બ્રિફિંગ દરમિયાન ખુલાસો કર્યો કે કોરોના વાયરસના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ લાગવાનું જોખમ ખુબ ઓછુ રહેલું છે. મારિયાનું કહેવું છે કે WHOએ દુનિયાના વિભિન્ન દેશોમાં થયેલા રિસર્ચના આધારે માન્યું છે કે જે લોકોમાં કોરોના વાયરસ કે ફ્લુ જેવા લક્ષણો જોવા મળે તેમનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ રહેલું છે. 


આપોઆપ સાજા થઈ ગયા કોરોનાના અનેક દર્દીઓ? ICMRના સર્વેમાં જાણવા મળ્યું


ICMRનો રિપોર્ટ પણ આપણા માટે રાહતભર્યો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જે જિલ્લાઓમાં વધારે કેસ છે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તેમાં રહેતી 15-30 ટકા વસ્તી કોવિડ 19ના ચેપથી ગ્રસ્ત છે પંરતુ રાહતની વાત પણ છે કે તેઓ આપોઆપ સાજા થઈ રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube