Lockdown ખુલતાની સાથે જ જો સલૂન જવાનું વિચારતા હોવ તો ખાસ જાણો આ કિસ્સો, નહીં તો ભારે પડશે
લોકડાઉન ખુલ્યા બાદ જો તમે સૌથી પહેલા સલૂન જવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આમ કરવું તમારા માટે કોરોના વાયરસને આમંત્રણ આપવા જેવું બની શકે છે. કેન્દ્ર સરકારે હાલ સલૂન ખોલવા પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ મધ્ય પ્રદેશમાં નિયમોને નેવે મૂકીને સલૂન ખોલાયા હતાં. તમને જાણીને આઘાત લાગશે કે પ્રદેશમાં સલૂનના માધ્યમથી નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ તો ફેલાયું પરંતુ સાથે સાથે પોલીસકર્મીઓ પણ તેની ઝપેટમાં આવી ગયાં. વાત જાણે એમ છે કે જબલપુરમાં સલૂન સ્ટાફના કારણે પાંચ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં. આ પાંચેય પોલીસકર્મીઓએ પોલીસ વિભાગના જ બાર્બર પાસે શેવિંગ કરાવી હતી.
જબલપુર: લોકડાઉન ખુલ્યા બાદ જો તમે સૌથી પહેલા સલૂન જવાનું વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આમ કરવું તમારા માટે કોરોના વાયરસને આમંત્રણ આપવા જેવું બની શકે છે. કેન્દ્ર સરકારે હાલ સલૂન ખોલવા પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ મધ્ય પ્રદેશમાં નિયમોને નેવે મૂકીને સલૂન ખોલાયા હતાં. તમને જાણીને આઘાત લાગશે કે પ્રદેશમાં સલૂનના માધ્યમથી નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ તો ફેલાયું પરંતુ સાથે સાથે પોલીસકર્મીઓ પણ તેની ઝપેટમાં આવી ગયાં. વાત જાણે એમ છે કે જબલપુરમાં સલૂન સ્ટાફના કારણે પાંચ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં. આ પાંચેય પોલીસકર્મીઓએ પોલીસ વિભાગના જ બાર્બર પાસે શેવિંગ કરાવી હતી.
મામલો સામે આવ્યાં બાદ જબલપુરમાં પોલીસ વિભાગના મોટા મોટા અધિકારીઓના જીવ ઊચા થઈ ગયા છે. કારણ કે તાજેતરમાં અનેક પોલીસકર્મીઓએ આ બાર્બર પાસે શેવિંગ કરાવી હતી. જબલપુર સીએમએચઓ ડો. મનીષ મિશ્રાએ કહ્યું કે હવે સ્વાસ્થ્ય વિભાગ તે તમામ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરી રહ્યું છે જે તે સલૂનમાં ગયા હતાં. તમામ લોકોની ભાળ મેળવીને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે કોરોનાના 5 નવા કેસ સામે આવ્યાં બાદ જબલપુરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 થયો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube