Coronavirus: હવાથી ફેલાઈ રહ્યો છે કોરોના, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા પક્કા પુરાવા
આખી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેને રોકવા માટેના તમામ ઉપાયો અયોગ્ય લાગે છે, કારણ કે તેના ફેલાવા માટે કોઈ કારણ નથી. અને હવે જે કારણ બહાર આવ્યું છે તે અત્યંત ડરામણું છે
નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેને રોકવા માટેના તમામ ઉપાયો અયોગ્ય લાગે છે, કારણ કે તેના ફેલાવા માટે કોઈ કારણ નથી. અને હવે જે કારણ બહાર આવ્યું છે તે અત્યંત ડરામણું છે. ખરેખર, એક નવા અધ્યયન અહેવાલ મુજબ, કોરોના વાયરસ હવામાંથી ફેલાઈ રહ્યો છે. તેની આગળ બાકીના કારણો નાના લાગી રહ્યા છે. ખાસ કરીને ડ્રોપલેટવાળી થિયરી.
લેન્સેટમાં છપાયો રિપોટ
જવાબદાર વાયરસના SARS-COV-2 ફેલાવા પર એક સંશોધન રિપોર્ટ અનુસાર લેન્સેટમાં છપાયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવાના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. તેથી આ બચાવ અને તેને રોકવાની તમામ યુક્તિઓ ફ્લોપ સાબિત થઈ રહી છે. આ તપાસમાં યુ.કે, યુ.એસ અને કેનેડાના 6 નિષ્ણાંતોની ટીમ સામેલ થઈ હતી. જેણે પુરાવા એકત્રિત કર્યા હતા. આમાં કોઓપરેટિવ ઇન્સ્ટીટ્યૂટ ફોર રિસર્ચ ઈન એનવાયરમેન્ટ સાયન્સના (સીઆઇઆરઈએસ) કેમિસ્ટ જોસ- લઇસ જિમેનેઝ પણ શામેલ છે. આ સંશોધન કાર્યની આગેવાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ટ્રિશ ગ્રીનહાલ દ્વાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- પિતાને તડપતા જોઈ દીકરાએ કહ્યું- બેડ આપો અથવા જાનથી મારી નાખો
સત્તાવાર નિવેદન
જોસ-લૂઈસ જિમેનેઝે કહ્યું કે હવા દ્વારા સંક્રમણના પુરાવા ખૂબ જ મજબૂત છે અને મોટા ડ્રોપલેટ ટ્રાન્સમિશનના સમર્થન માટે પુરાવા ના બરાબર છે. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓ સહિતના જાહેર આરોગ્ય માટે કામ કરતી તમામ એજન્સીઓએ આ વૈજ્ઞાનિક પુરાવા સ્વીકારવા જોઇએ. જેથી હવા દ્વારા સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવામાં આવી શકે. રિપોર્ટ અનુસાર, SARS-CoV-2 ના ટ્રાન્સમિશન આઉટડરની સરખામણીએ ઇન્ડોરમાં વધારે હોય છે અને ઇન્ડોર વેન્ટિલેશનથી સંક્રમણ ઘણું ઘટી જાય છે. સંશોધનમાં કહેવામાં આ્યું છે કે, ડ્રોપલેટ દ્વારા સંક્રમણને ફેલાવાથી રોકવા માટે હેન્ડવોશ, સરફેસ ક્લિનિંગ જેવા ઉપાયો નકામાં નથી, પરંતુ તેનાથી વધારે હવા દ્વારા વાયરસના ફેલાવવા પર આપવું પડશે. કેમ કે, સંક્રમિત વ્યક્તની દરેક ગતિવિધીની સાથે વાયરસ હવામાં ફલાતો જાય છે અને શ્વાસના માધ્યમથી બીજા વ્યક્તિઓમાં ફેલાતો રહે છે. તેનાથી બચવા માટે માસ્ક ખુબજ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube