Corona Positive પિતાને તડપતા જોઈ દીકરાએ કહ્યું- બેડ આપો અથવા જાનથી મારી નાખો

શું કોઈ પણ તેના પિતાને ઇન્જેક્શન આપીને મારી નાખવા માટે કહી શકે છે. સંભવત ક્યારેય નહીં, પરંતુ મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Corona Positive પિતાને તડપતા જોઈ દીકરાએ કહ્યું- બેડ આપો અથવા જાનથી મારી નાખો

ચંદ્રપુર (મહારાષ્ટ્ર): શું કોઈ પણ તેના પિતાને ઇન્જેક્શન આપીને મારી નાખવા માટે કહી શકે છે. સંભવત ક્યારેય નહીં, પરંતુ મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચંદ્રપુરના (Chandrapur) વરોરા વિસ્તારમાં રહેતા નરહર શેટ્ટીનું સ્વાસ્થ્ય ખરાબ ખરાબ થયું હતું. પરિવારના લોકોએ તમામ હોસ્પિટલોમાં (Hospital) તપાસ કરી, જ્યારે બેડ ન મળ્યો તો કહ્યું કે આ રીતે રહેવા કરતા વધારે સારું છે કે તેમને ઈન્જેકશન (Injection) આપીને મારી નાખવામાં આવે.

કોરોના પોઝિટિવ પિતાને લઇે ભટકી રહ્યો છે પુત્ર
નરહર શેટ્ટીનું સ્વાસ્થ્ય ખરાબ થયું તો પરિવારના લોકોએ તેમને પહેલા વરોરા વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેમને ત્યાં કોઈ હોસ્પિટલમાં જગ્યા મળી નહીં તો પરિવારના લોકો તેમને ચંદ્રપુર લઈ આવ્યા અને ત્યાં ઘણા કલાકો સુધી પ્રયત્ન કરતા રહ્યા.

તેલંગાણાની હોસ્પિટલોમાં મળી નહીં જગ્યા
ચંદ્રપુરમાં પણ જગ્યા મળી નહીં તો પરિવારના સભ્યો આ આશામાં તેમને ચંદ્રપુરથી 100 કિલોમીટર દૂર બીજા રાજ્ય તેલંગાણામાં લઈ ગયા કે ત્યાં કોઈ રીતે તેઓને હોસ્પિટલમાં બેડ મળી જાય અને સારવાર થઈ શકે. પરંતુ ત્યાં પણ કઇ થયું નહીં અને કોઈ હોસ્પિટલમાં જગ્યા મળી ન હતી.

પરિવારે કહ્યું- ઈન્જેકશન આપીને મારી નાખવામાં આવે
ત્યારબાદ પરિવારના સભ્યો તેમને ફરીથી ચંદ્રપુર લાવ્યા અને સરકારી હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સમાં ઉભા હતા. જો કે, ઘણા કલાકો સુધી રાહ જોયા બાદ પણ કોઈ વ્યવસ્થા થઈ નહીં. ત્યારે પરિવારના લોકોએ કહ્યું કે એવી રીતે પીડાઈને મરી જવું તેના કરતા વધારે સારૂં છે કે તેઓને ઈન્જેકશન આપીને મારી નાખવામાં આવે.

કોરોના પોઝિટિવ પિતાની વેદના જોઈ પુત્રએ કરી વિનંતી
નરહર શેટ્ટીના પુત્ર સાગરે કહ્યું, 'મારા પિતા કોરોના પોઝિટિવ થયા છે. હું છેલ્લા ઘણાં કલાકોથી ફરી રહ્યો છું, પણ ક્યાંય કોઈ સારવાર મળતી નથી. ચંદ્રપુરની સરકારી હોસ્પિટલમાં ગયા, પરંતુ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટરમાંથી કંઈ મળ્યું નહીં. ઘણી હોસ્પિટલોના ધક્કા ખાધા, પરંતુ ક્યાંય કોઈ સારવાર મળી નથી. તેલંગાણાથી પરત આવ્યા. જો કંઇ ન થાય તો તેમને ઇન્જેકશન આપીને મારી નાખો.

હવે શરૂ થઈ પીડિતની સારવાર
સાગરે કહ્યું, 'થોડા વધુ કલાકોની મહેનત બાદ હાલ આ ક્ષણે પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જો કે, તેમની સ્થિતિ સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news