નવી દિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) દેશમાં તબાહી મચાવી રહી છે. મુંબઈ અને દિલ્હીમાં દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે. આખરે,આ વેવ (Coronavirus Third Wave Peak) ક્યારે અટકશે, હવે તેના પર મોટા અપડેટ્સ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિનાના અંતમાં મુંબઈ-દિલ્હી પીક
IIT કાનપુર (IIT Kanpur) ના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે (Professor Manindra Agarwal)ગાણિતિક મોડલના આધારે જણાવ્યું છે કે કોરોના વધુ એક મહિના સુધી તબાહી મચાવશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં કોરોના ચરમસીમાએ પહોંચી જશે. તે પછી 15 ફેબ્રુઆરીથી નવા કેસની સંખ્યા ઘટવા લાગશે.

કોરોનાના સાઇડ ઇફેક્ટ તમને મૂકી શકે છે શરમમાં, શરીર પર થાય છે આવી અસર


દરરોજ 8 લાખ આવશે નવા કેસ
તેમણે કહ્યું કે આગામી સપ્તાહથી મુંબઈ અને દિલ્હીમાં કોરોનાવાયરસ (Coronavirus) ના નવા કેસોની સંખ્યા ઘટવા લાગશે. જેટલી ઝડપથી કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ગઈ છે, એટલી જ ઝડપે કેસ ઓછા થવા લાગશે. બંને શહેરોમાં આ મહિનાના અંત સુધી પીક રહેશે. આ દરમિયાન દેશમાં દરરોજ કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાશે. ત્યારબાદ કોરોનાનો કહેર ઓછો થવા લાગશે.


માર્ચ સુધીમાં સમાપ્ત થશે ત્રીજી લહેર
તેમણે  (Professor Manindra Agarwal) દાવો કર્યો કે માર્ચ સુધીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) ખતમ થઈ જશે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે ઈન્ફેક્શન જેટલી ઝડપથી વધશે તેટલી જ ઝડપથી તે ઘટશે. જે શહેરોમાં કેસ ઓછા છે ત્યાં કેસ વધી શકે છે, પરંતુ મુંબઈમાં ટોચ પર આવી છે. દિલ્હીમાં પણ આવું જ છે.

Punjab ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, સિદ્ધૂ અમૃતસર તો સીએમ ચન્ની ચમકૌર સાહિબથી લડશે


'માસ્કને બનાવો જીવનનો ભાગ'
ચૂંટણી અને કોરોના વચ્ચેના સંબંધ પર તેમણે કહ્યું કે કોરોનાવાયરસ (Coronavirus) તે રાજ્યો અને શહેરોમાં ઝડપથી ફેલાયો છે, જ્યાં ચૂંટણીની ભીડ એકઠી થઇ રહી નથી જોકે, કોરોનાથી બચવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું મહત્વ ઓછું આંકી શકાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube