કોરોનાના સાઇડ ઇફેક્ટ તમને મૂકી શકે છે શરમમાં, શરીર પર થાય છે આવી અસર

Corona Side Effects: દુનિયાભરમા કોરોના વાયરસ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આમાં મોટાભાગના લોકો શરદી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો વિશે જાણે છે. પરંતુ કોરોનાના કેટલાક એવા લક્ષણો પણ છે, જેને જાણીને શરમાઇ જશો. આજે અમે તમને આ સમાચારમાં આવી જ કેટલીક પરિસ્થિતિઓ વિશે જણાવીશું.

સેક્સ સમસ્યા

1/5
image

ધ સન માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કોરોના વાયરસના થોડા મહિના પછી લોકોએ સેક્સ સમસ્યાઓ વિશે જણાવ્યું છે. કિંગ્સ કોલેજ યુનિવર્સિટીએ 3,400 લોકોના અભ્યાસના આધારે આ લક્ષણ વિશે દાવો કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 14.6 ટકા પુરૂષો અને 8 ટકા મહિલાઓમાં કોવિડ પછી લાંબા સમય સુધી જાતીય તકલીફ હતી.

નાનું લિગ

2/5
image

નિષ્ણાતોએ કહ્યું છે કે લિંગનું સંકોચાઈ જવું એ કદાચ ઈરેક્ટાઈલ ડિસફંક્શનનું પરિણામ છે જે વાયરસના ઈન્ફેક્શનને કારણે થાય છે. કિંગ્સ કોલેજના અભ્યાસમાં 3.2 ટકા પુરુષોને નાના લિંગની સમસ્યા હતી. નિષ્ણાતો માને છે કે જ્યારે વાયરસ લિંગમાં જોવા મળતી રક્ત વાહિનીઓના એન્ડોથેલિયલ કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તે યોગ્ય રક્ત પ્રવાહને અવરોધે છે, જેના કારણે આ સમસ્યા થાય છે.

લૂઝ મોશન

3/5
image

કેટલાક સંશોધનો દર્શાવે છે કે કોરોના દર્દીઓને લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે. ZOE કોવિડ લક્ષણ સ્ટડીથી ખબર પડે છે કે કોવિડ સાથે લૂઝ મોશનની શક્યતા વધી જાય છે. આ સમસ્યા ઉંમર પ્રમાણે થાય છે. તે 10 ટકા બાળકોને અસર કરે છે, પરંતુ 35 વર્ષથી વધુ ઉંમરના 30 ટકા લોકોને આ સમસ્યા હોય છે.

નસકોરા

4/5
image

કોરોનાના ઘણા લક્ષણોમાંનું એક છે સૂતી વખતે નસકોરા. જો તમે તાજેતરમાં કોરોનામાંથી સાજા થયા છો, તો તમને સૂતી વખતે ખૂબ નસકોરાં આવે છે. કિંગ્સ કોલેજના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 7.1 ટકા કોવિડ દર્દીઓને લાંબા સમયથી નસકોરાની સમસ્યા છે.

આ પણ હોઇ શકે છે લક્ષણો

5/5
image

આ સિવાય કોરોનાના અન્ય ઘણા લક્ષણો પણ હોઈ શકે છે. આમાં બર્પિંગ (Burping), પરસેવો (Sweating), મૂડ સ્વિંગ (Mood swings), લાલ અથવા ગુલાબી આંખો (Red or pink eyes)  અને અસંયમ (Incontinence) જેવા લક્ષણોનો પણ સમાવેશ થઈ શકે છે.