કોરોનાના ઇલાજમાં કારગર છે આ દવા, સરકારે રિટેલ સેલ પર મૂક્યો પ્રતિબંધ
આ દવાનો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થાય છે
નવી દિલ્હી : ભારત સરકારે કોરોના વાયરસ (Coronavirus)ના ઇલાજમાં વપરાતી દવા હાઇડ્રોક્લોરિક્સનના રિટેલ વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ દવાનો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થાય છે પણ હવે મેડિકલ સ્ટોરમાં આ દવા નહીં મળે. હવે એને રિટેલમાં વેચવાનું ગેરકાનૂની છે.
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 694 પર પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 16 લોકોના જીવ ગયા છે. 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં ગત ગ24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, દેશની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 130 થઈ ગયો છે. તો દિલ્હીમાં આ સંખ્યા 37ની છે.
ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં 20304 લોકો ક્વોરેન્ટાઈનમાં છે. તેનો ભંગ કરનાર 236 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બે કરોડથી વધુ લોકોનો સર્વે કરી દેવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા લોકોને પણ હવે ચેક કરવામાં આવી રહ્યાં છે. હવે નવા પોઝિટિવ કેસને નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube