નવી દિલ્હી: કોરોના વાયારસનો કહેર દેશમાં અટકવાનું નામ લઇ રહ્યો નથી. 21 દિવસના લોકડાઉન બાદ પણ સતત કોવિડ 19ના કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં લગભગ ત્રણ હજાર લોકો તેનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 60 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તાજા જાણકારી અનુસાર હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના ડીજી એપી મહેશ્વરીએ પોતાને કોરોન્ટાઇન કરી લીધા છે. તમને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં કેન્દ્રીય રિઝર્વ બળના ચીફ મેડિકલ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીના સંપર્કમાં આવનાર તમામ લોકોને કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ સુરક્ષા સલાહકાર પણ સેલ્ફ કોરોન્ટાઇમાં જતા રહ્યા છે.

સીઆરપીએફના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે અને તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે જે ચીફ મેડિકલ ઓફિસર પોઝિટિવ છે તે સીધા ડીજી એપી મહેશ્વરીના સંપર્કમાં ન હતા, પરંતુ તેમની મુલાકાત તે વ્યક્તિ સાથે થઇ હતી જેની મુલાકાત મેડિકલ ઓફિસર સાથે થઇ હતી એટલા માટે સાવધાનીના ભાગરૂપે હવે 14 દિવસ માટે કોરોન્ટાઇનમાં રહેશે.

ડો. મહેશ્વરી હવે પોતાના સરકારી આવાસથી કામકાજ જોશે. આ ઉપરાંત લગભગ 40 જવાનોને પણ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે જે સીધા મેડિકલ ઓફિસરના સંપર્કમાં હતા. હવે સીઆરપીએફમાં તમામ લોકોમાંથી બે થી ત્રણ અઠવાડિયનો રિપોર્ટ માંગ્યો છે જેથી તે જાણી શકાય કે ડોક્ટરસ અને તે ચાલીસ જવાનો સાથે થઇ હતી જેથી કોરોના પોઝિટિવ આવ્યો છે.