દેશમાં આ વર્ષની અંદર તૈયાર થઇ શકે છે કોરોના વેક્સીન: AIIMS
આ સમયે સમગ્ર દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. દુનિયાભરમાં 155 જગ્યાઓ પર કોરોનાની વેક્સીન વિકસાવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે. ભારતમાં પણ તેમાં પછાળ નથી. દિલ્હીના એમ્સમાં આ મામલે સોમવારથી દેસમાં વેક્સીન નિર્માણ માટે સૌથી મોટા હ્યૂમન ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. એમ્સમાં 100 લોકો પર હ્યૂમન ટ્રાયલ થઇવા જઇ રહ્યું છે. એમ્સના કોરોના વેક્સીનના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર ડો.સજય રાયનું આ વિશેમાં કહેવું છે કે, જો બધુ પ્લાન મુજબ થયું તો ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કોરોનાની સ્વદેશી વેક્સીન વિકસીત થઇ જશે.
નવી દિલ્હી: આ સમયે સમગ્ર દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. દુનિયાભરમાં 155 જગ્યાઓ પર કોરોનાની વેક્સીન વિકસાવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે. ભારતમાં પણ તેમાં પછાળ નથી. દિલ્હીના એમ્સમાં આ મામલે સોમવારથી દેસમાં વેક્સીન નિર્માણ માટે સૌથી મોટા હ્યૂમન ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. એમ્સમાં 100 લોકો પર હ્યૂમન ટ્રાયલ થઇવા જઇ રહ્યું છે. એમ્સના કોરોના વેક્સીનના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર ડો.સજય રાયનું આ વિશેમાં કહેવું છે કે, જો બધુ પ્લાન મુજબ થયું તો ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કોરોનાની સ્વદેશી વેક્સીન વિકસીત થઇ જશે.
આ પણ વાંચો:- ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસની સુરક્ષામાં કરતા 2 પોલીસકર્મી મળ્યા કોરોના સંક્રમિત
તેમણે કહ્યું કે, હ્યૂમન ટ્રાયલ માટે એમ્સની વેબસાઇટ પર 1800થી વધારે વોલેન્ટિયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેના પહેલા તબક્કામાં 375 લોકોનું ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 12 વર્ષથી લઇને 65 વર્ષની ઉંમરના લોકો સામેલ કરવામાં આવશે. બીજા તબક્કામાં 700થી વધારે લોકો વોલેન્ટિયર હશે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં સૌથી વધારે વોલેન્ટિયરને સામેલ કરવામાં આવશે. દવાનું પ્રમાણ, સુરક્ષા અને અન્ય ધોરણો મુજબના આ તબક્કામાં અંતિમ રૂપથી જોવામાં આવશે કે કોરોના સામે જંગમાં આ દવાની આખરે કેવી અસર શરીર પર પડી?
આ પણ વાંચો:- શું છે ભારતમાં ફોન ટેપીંગના નિયમ, કોણની મંજૂરીથી ટેપ થઇ શકે છે ફોન
દેશની 12 સંસ્થાઓમાં આ વેક્સીન પર માનવ પરીક્ષણનું કા શરૂ થઇ ગયું છે. જે 12 સંસ્થાઓમાં કોરોના વેક્સીનને લઇને માનવ પરીક્ષણનું કામ ચાલી રહ્યું છે. તેમાં દિલ્હી અને પટનામાં અભિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એટલે કે એમ્સ અને હરિયાણાની રોહતકની પીજીઆઇ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube