ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસની સુરક્ષામાં હાજર 2 પોલીસકર્મી મળ્યા કોરોના સંક્રમિત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસ ઠાકરેની સુરક્ષા કરતા બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ છેલ્લા કેટલાક દિવસથી ઘરથી બહાર નથી નીકળ્યો અને સુરક્ષાકર્મીઓ સીધો સંપર્કમાં નહીં આવ્યો છે. કોરનો સંક્રમિત બે પોલીસ કર્મીઓને મરોલ અને કાલિનાના ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષામાં તૈનાત અન્ય સુરક્ષાકર્મીઓને પણ તાત્કાલીક ક્વોરન્ટાઇન કર દેવામાં આવ્યા છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસ ઠાકરેની સુરક્ષા કરતા બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ છેલ્લા કેટલાક દિવસથી ઘરથી બહાર નથી નીકળ્યો અને સુરક્ષાકર્મીઓ સીધો સંપર્કમાં નહીં આવ્યો છે. કોરનો સંક્રમિત બે પોલીસ કર્મીઓને મરોલ અને કાલિનાના ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષામાં તૈનાત અન્ય સુરક્ષાકર્મીઓને પણ તાત્કાલીક ક્વોરન્ટાઇન કર દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3.10 લાખને પાર
મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3.10 લાખને પાર કરી ગઇ છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા 11,584 થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 9,518 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 258 અને દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી 149ના મોત મુંબઇ મહાનગર ક્ષેત્રમાં થયા. આ પહેલા પણ નવા કેસે એક દિવસમાં 9,000ને પાર કરી ગઇ છે.
પુણેમાં પણ એક દિવસમાં સૌથી વધારે 1812 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઇમાં 1098 નવા દર્દી આવ્યા છે. મુંબઇમાં કુલ કેસ 1,01,388 થઇ ગયા છે. બીમારીના કારણે 258 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા જેમાંથી 64 મુંબઇના છે. જ્યારે 149 મુંબઇ મહાનગર ક્ષેત્ર (એમએમઆર)ના છે જો તેજીથી નવા કોવિડ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
આ પણ વાંચો:- ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?
નિવેદનમાં જણાવાયું છે કે દિવસ દરમિયાન કુલ 3,906 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બીમારથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,69,569 થઈ ગઈ છે. રાજ્યમાં 1,29,032 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે જ સમયે, પુષ્ટિ થયેલ કેસોની સંખ્યા 3,10,455 છે. રાજ્યમાં બીમારથી સાજા થવાનો દર 54.62 ટકા છે, જ્યારે મૃત્યુ દર 82.82 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 15,64,129 લોકોની તપાસ કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું હતું કે 7,54,370 લોકો ઘરે આઇસોલેશનમાં છે, જ્યારે 45,846 લોકોને આઇસોલેશન કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે