ભારતમાં આ મહિને આવી જશે કોરોના વેક્સિન, એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ આપી માહિતી
ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું.
નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વેક્સિન ફાઇઝર (Pfizer-BioNTech Corona Vaccine News)ને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને તે આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે. ભારતમાં ડિસેમ્બરના અંત કે આગામી વર્ષના શરૂઆતી મહિનામાં દેશી વેક્સિન (Corona Vaccine in India News) મળવાની આશા છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, તેમને આશા છે કે આ મહિનાના અંતથી લઈને આગામી મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વેક્સિનના આપાતકાલિન ઉપયોગની મંજૂરી મળી શકે છે.
ભારતમાં આગામી મહિના સુધી મળી જશે મંજૂરી!
ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યુ, 'અમારી પાસે તે વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીમાં કોઈ સમજુતી કરવામાં આવી નથી.' મહત્વનું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સિન પર ચેન્નઈના એક વોલેન્ટિયરે સાઇડ ઇફેક્ટનો આરોપ લગાવતા 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ કંપનીએ તેનો ઇનકાર કરી દીધો હતો. ગુલેરિયાએ જણાવ્યુ કે, 70-80 હજાર વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઈ પર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા મળ્યા નથી અને વેક્સિન સેફ છે.
કૃષિ કાયદાને રદ કરવાથી કઈ પણ ઓછું સ્વીકારવું એ વિશ્વાસઘાત હશે-રાહુલ ગાંધી
ભારતમાં પણ ફાઇઝરની વેક્સિન?
ફાઇઝર-બાયોનટેકે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ભારતમાં કોરોના વેક્સિનને ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે. મહત્વનું છે કે બ્રિટન પ્રથમ એવો પશ્ચિમી દેશ છે જેણે ફાઇઝરની કોવિડ-19 વેક્સિનને લાયન્સ આપ્યું છે. આ સાથે એવા લોકોને Pfizer/BioNTech ની વેક્સિન આપવામાં આવશે, જેને ઇન્ફેક્શનનો વધુ ખતરો છે. વેક્સિનને મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોજક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA)એ તેની મંજૂરી આપી દીધી છે. (MHRA)ને વિશેષ નિયમો હેઠળ 1 જાન્યુઆરી પહેલા વેક્સિનને અપ્રૂવલ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube