નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાના સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. ભારતમાં કોરોનાની 4 વેક્સિન (રસી) પર અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલુ છે. દુનિયાભરમાં કોરોનાથી અઢી લાખથી વધુ લોકોના જીવ ગયા છે. આમ તો અનેક દેશોએ એવો દાવો પણ કર્યો છે કે તેમની કોરોના વેક્સિન પર તેમની ટ્રાયલ સફળ રહી છે. ભારત પણ જલદી સારા સમાચાર આપી શકે છે. પીએ મોદીએ મંગળવારે કોરોના વેક્સિન અને સારવારને લઈને સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં અનેક એક્સપર્ટ્સ હાજર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસથી બચવા માટેની વેક્સિનની ભારતમાં અંતિમ તબક્કામાં ટ્રાયલ છે. કોરોના પર ભારતમાં 30થી વધુ રસી પર અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. જેમાંથી 4 દવાઓ અંતિમ તબક્કામાં છે. આ તમામ પ્રોગ્રેસ અને તેમની ઝીણામાં ઝીણી વિગતો અંગે પીએમ મોદીએ સમીક્ષા કરી. આ અંગેના વિશેષજ્ઞોને તેમણે સર્વશ્રેષ્ઠ આપવા માટે કહ્યું અને એ વાતની ખાતરી અપાવી કે દરેક જરૂરી સંસાધન સરકાર તેમને પૂરું પાડશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube