શું AC ચાલુ કરતાં કોરોના વાયરસનો વધશે ખતરો? જાણો આ પ્રશ્નનો જવાબ
હવામાન વિભાગના અનુસાર જલદી જ પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે. એવામાં લોકોને એર કંડીશનરની જરૂર પડશે. સીએસઇએ પોતાના એક સ્ટડીમાં દાવો કર્યો છે કે મોટી-મોટી બિલ્ડીંગો અથવા ઓફિસોમાં ચાલનાર સેંટ્રલાઇઝ્ડ એર કંડીશનર કોરોના વાયરસને જોતાં ખતરનાક થઇ શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. આ દરમિયાન એક ચર્ચા છે કે શું વધતી ગરમી પણ કોરોના વધવાનુંન કારણ બની શકે છે. સેન્ટર ફોર સાઇન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે સીએસઇ (CSE)ની સ્ટડી ગણાવે છે કે ગરમીના લીધે હવામાનમાં સેન્ટ્રલાઇઝ્ડ એર કંડીશનર કોરોનાના ખતરાને કેટલીક હદ સુધી વધી શકે છે. ફક્ત એટલું જ નહી, જે ઘરોની એસી ચાલી રહી છે, ત્યાં હવાનું વેંટિલેશન હોવું જરૂરી છે.
હવામાન વિભાગના અનુસાર જલદી જ પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે. એવામાં લોકોને એર કંડીશનરની જરૂર પડશે. સીએસઇએ પોતાના એક સ્ટડીમાં દાવો કર્યો છે કે મોટી-મોટી બિલ્ડીંગો અથવા ઓફિસોમાં ચાલનાર સેંટ્રલાઇઝ્ડ એર કંડીશનર કોરોના વાયરસને જોતાં ખતરનાક થઇ શકે છે.
સ્ટડી અનુસાર આ પ્રકારે એસીમાં અંદરની હવા જ લોક થઇ જાય છે અને એર કંડીશનરની નળી દ્વારા અંદર જ ફરે છે. હવે એવામાં જો અંદર હાજર એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બાકી લોકોમાં ફેલાવવાની સંભાવના વધી જાય છે.
સીએસઇના અનુસાર આપણા દેશમાં મોટી સંખ્યામાં ઘરોની બનાવટ એવી હોતી નથી, જેમાં વેંટિલેશનની પુરી વ્યવસ્થા હોય. જોકે જે ઘરોમાં કોઇ કોરોના સંક્રમિત નથી, ત્યાંથી થોડા અંતરે એસી ચલાવી શકાય છે પરંતુ એવા ઘરોમાં પણ એસી ચાલુ કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે થોડા વેંટિલેશન જરૂરી હોય જેથી તાજી હવા અંદર આવે છે.
વિશેષજ્ઞ માને છે કે અત્યારે જ્યાં સુધી થઇ શકે એસીનો પ્રયોગ ન કરવો જોઇએ. એટલું જ નહી ઘર અને બિલ્ડિંગમાં વેંટિલેશન અને ધૂપની જરૂર હોવી જોઇએ. આપણું શરીર 32 ડિગ્રી સુધી ગરમીને સહન કરી શકે છે, જો ઘર અથવા બિલ્ડિંગમાં વેંટિલેશન ઠીક છે તો પંખો કરીને પણ કામ ચલાવી શકે છે. જોકે વિશેષજ્ઞોના અનુસાર આગળ જતાં આપણે ઘરોની એવી બનાવટ પર વધુ ભાર મુકવો પડશે, જેથી એસીની જરૂરિયાતને ઓછામાં ઓછી કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર