નવી દિલ્હી: ભારત (India)  અને ચીન (China) ની સેનાઓ વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની છઠ્ઠા તબક્કાની બેઠક યોજાઈ છે. જેમાં મુખ્યત્વે પૂર્વ લદાખ (Ladakh) માં બંને દેશોના સૈનિકોને પાછળ હટાવવા અને તણાવ ઘટાડવા માટે બનેલી પાંચ પોઈન્ટની સહમતિના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની હદમાં મોલ્ડોમાં સવારે 9 વાગે આ બેઠક શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે ભારતીય પ્રતિનિધિમંડળમાં પહેલીવાર વિદેશ મંત્રાલયના એક સંયુક્ત સચિવ સ્તરના અધિકા ભાગ લે તેવી આશા છે. મળતી માહિતી મુજબ ભારત આ બેઠકમાં કેટલાક નક્કર પરિણામો આવે તેવી આશા સેવે છે. 


શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)થી અલગ 10 સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંય યી વચ્ચે થયેલી બેઠકમાં બંને પક્ષ સરહદ વિવાદ ઉકેલવા પર એક સહમતિ પર પહોંચ્યા હતાં. આ ઉપાયોમાં સૈનિકોને ઝડપથી હટાવવા, તણાવ વધારનારી કાર્યવાહીથી બચવું, સરહદ મેનેજમેન્ટપર તમામ કરાર અને પ્રોટોકોલનું પાલન કરવું અને એલએસી પર શાંતિ બહાલ કરવા માટે પગલાં ભરવા સામેલ છે. 


લદાખમાં હાર બાદ અરૂણાચલની સીમા પર ચીનના નવા ષડયંત્રનો ખુલાસો


બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ કરશે. તેઓ લેહ સ્થિત ભારતીય સેનાની 14મી કોરના કમાન્ડર છે. જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ મેજર જનરલ લિયૂ લિન કરે તેવી શક્યતા છે. તેઓ દક્ષિણ શિંજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર છે. 


એક સૂત્રના જણાવ્યાં મુજબ વાર્તામાં ભારત ઘર્ષણવાળી જગ્યાઓ પર ચીની સૈનિકોને સંપૂર્ણ રીતે હટાવવા પર ભાર મૂકશે. સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષ વધુ એક તબક્કાની બેઠક કરવા જઈ રહ્યા છે. આ બાજુ ભારતે પેન્ગોંગ લેકના ઘર્ષણવાળા વિસ્તારોની આસપાસ 20થી વધુ પહાડોની ટોચ પર પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube