નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ આયોગે જણાવ્યું છે કે, પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં જળાશયોમાં પાણીનું સ્તર છેલ્લા 10 વર્ષની સરેરાશથી ઓછું થઈ ગયું છે. તેમણે કહ્યું કે, આ બાબત દેશના આ વિસ્તારોમાં વધતા જઈ રહેલા જળસંકટનો સંકેત છે. આયોગના અનુસાર દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર 30 મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં અગાઉના અઠવાડિયાની સરખામણીએ 1 ટકા ઓછું થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય જળ આયોગ (CWC)એ જણાવ્યું કે, "દેશના 91 મોટા અને મુખ્ય જળાશયોમાં 30,મે 2019ના રોજ 31.65 અબજ ઘન મીટર પાણી બચ્યું છે. જે આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાનું માત્ર 20 ટકા છે. આ ટકાવારી એક અઠવાડિયા પહેલા એટલે કે 23 મે, 2019ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના સમયે 21 ટકા હતી."


હમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં ગત વર્ષની સરખામણીએ જળ સંગ્રહની સ્થિતિ સારી રહી છે, જ્યારે કર્ણાટકમાં જળ સંગ્રહ ગયા વર્ષ જેટલો જ રહ્યો છે. 


હિન્દી ભાષા વિવાદઃ દક્ષિણના અનેક નેતાઓએ કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર બાબત 


સીડબલ્યુસીએ જણાવ્યું કે, "આ જ સમયગાળા દરમિયાન ગયા વર્ષે રાજસ્થાન, ઝારખંડ, ઓડીશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં જળાશયોમાં પાણીનું સ્તર ઓછું રહ્યું હતું."


CWCના આંકડા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય જળાશયોની પાણીની સંગ્રહ ક્ષમતા 31.26 અબજ ઘનમીટર (BCM) છે. ગુજરાતમાં ગયા વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે અનેક જળાશયોમાં પાણીનું સ્તર નીચે જતું રહ્યું છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....