Electric Air Taxi: એ દિવસ દૂર નથી જ્યારે આપણે આકાશમાં એર ટેક્સીઓ ઉડતી જોઈશું. કારણ કે બેંગ્લોર શહેર નજીક યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા એરો ઈન્ડિયા શોમાં ઈલેક્ટ્રિક એર ટેક્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એર ટેક્સી ખૂબ જ ખાસ છે. હાલમાં તેનો ટેસ્ટ ચાલી રહ્યો છે. આ અનોખી ઇલેક્ટ્રિક એર ટેક્સી 2024 અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. હવે જોઈએ આ એરો ટેક્સીના ફીચર્સ શું છે…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :


લાલ અને બ્લુ રંગના શા માટે હોય છે ટ્રેનના ડબ્બા? બંને ડબ્બા વચ્ચે હોય છે મોટો તફાવત


ઓનલાઈન સર્ચ કરવામાં આવ્યું મૃત્યુંની સરળ રીત, તરત જ ગૂગલે બચાવી લીધો જીવ



આ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એરો ટેક્સી હશે. આ ટેક્સીની ખાસિયત એ છે કે તેને રનવેની જરૂર નહીં પડે. કારણ કે આ ટેક્સી સીધ જ ટેકઓફ અને લેન્ડ થવાની છે. આ ટેક્સી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. એર ટેક્સી એક સમયે 200 કિમી સુધી મુસાફરી કરી શકે છે. આ ટેક્સી 200 કિલો વજન ઉપાડી શકતી હોવાથી તેમાં પાયલટ સિવાય બે વધુ લોકો બેસી શકે છે. આ ટેક્સીમાં લોકોને રોડથી 10 ગણી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાશે. આ ટેક્સીનું ભાડું હાલના ટેક્સી ભાડા કરતાં માત્ર બેથી ત્રણ ટકા વધુ હશે.


માણસ ઉડશે હવામાં 
બેંગલુરુમાં 'એરો ઈન્ડિયા શો' દરમિયાન એરો જેટ સૂટ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. આ જેટ સૂટ પહેર્યા બાદ વ્યક્તિ જેટ બની શકે છે અને વ્યક્તિ સીધો હવામાં ઉડી શકે છે. આ જેટ સૂટથી હવે માણસ 50થી 60 કિલો મીટરની ઝડપે હવામાં 10 કિમી સુધીની મુસાફરી કરી શકશે. આ જેટ સૂટ સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે.