મેટ્રોમાં આલિંગનમાં બેઠેલા પ્રેમી પંખીડાની લોકોએ કરી આવી હાલત...
કોલકત્તામાં મેટ્રો સ્ટેશન પર એક કપલ સાથે મારઝૂડનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બંને ચાલુ ટ્રેને એકબીજાને ગળે મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેને લઇને મુસાફરોએ વાંધો ઉઠાવ્યો અને મેટ્રોમાંથી ઉતરી જવાની ધમકી આપી. દમદમ મેટ્રો સ્ટેશન આવતાં તે વડીલ મુસાફરોએ કપને ટ્રેનમાંથી બહાર તગેડી મુક્યા. મેટ્રો સ્ટેશન પર સ્નેહનું પ્રદર્શન કરનાર આ કપલની લોકોના એક ટોળાએ મારઝૂડ કરી.
નવી દિલ્હી: કોલકત્તામાં મેટ્રો સ્ટેશન પર એક કપલ સાથે મારઝૂડનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બંને ચાલુ ટ્રેને એકબીજાને ગળે મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેને લઇને મુસાફરોએ વાંધો ઉઠાવ્યો અને મેટ્રોમાંથી ઉતરી જવાની ધમકી આપી. દમદમ મેટ્રો સ્ટેશન આવતાં તે વડીલ મુસાફરોએ કપને ટ્રેનમાંથી બહાર તગેડી મુક્યા. મેટ્રો સ્ટેશન પર સ્નેહનું પ્રદર્શન કરનાર આ કપલની લોકોના એક ટોળાએ મારઝૂડ કરી.
ઘટનાના સમાચાર મીડિયાના એક વર્ગમાં આવ્યા અને તેમાં કથિત મારઝૂડની તસવી પણ આવી. તેને લઇને આજે મેટ્રો સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન થયું. મીડિયાના સમાચાર અનુસાર એક વ્યક્તિએ બુધવારે (1 મે) ટ્રેનના એક કંપાર્ટમેન્ટમાં પોતાની મહિલા મિત્રને ગળે લગાવી જેના પર લોકોના ભમર ચઢી ગયા. કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. કેટલાક લોકોએ કહ્યું કે જો તેમને એકબીજા ગળે મળવું હોય તો રૂમ બુક કરાવવો જોઇએ, મેટ્રો જેવી સાર્વજનિક જગ્યા પર આમ ન કરવું જોઇએ.
હાથમાં તખ્તી લઇને લોકોએ કર્યું પ્રદર્શન
સમાચાર અનુસાર ભીડે કથિત રીતે કપડ સાથે ધક્કામુકી કરી અને તેમને ટ્રેનમાંથી બહાર ધકેલી તેમની સાથે મારઝૂડ કરી. ઘટનાના વિરોધમાં સવારે તખ્તીઓ લઇને નાગરિકો મેટ્રો સ્ટેશનની બહાર એકઠા થયા અને તેમને માંગ કરી કે આરપીએફ મારઝૂડ કરનારા વિરૂદ્ધ સમજીને કેસ દાખલ કરે. મેટ્રો રેલની પ્રવક્તા ઇંદ્વાણી બેનર્જીએ કહ્યું કે જો પીડિત ફરિયાદ કરે છે તો કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મેટ્રો રેલ નૈતિક પુલિસિંગ નીતિનું સમર્થન કરતું નથી.